________________
૩૫૪
ઉપમિતિ કથા સદ્ધાર
વિભાગમાં મારા કાને મધુર અવાજ આવ્યો. હે મહાભાગ ! સૌભાગ્યના સ્વામી ! એ પરમાત્માના ચરણકમળને મધુકર ! આપ જાગૃત બને. ઉભા થાઓ. હું આ શબ્દોથી જાગૃત બ. મારી સન્મુખ અપૂર્વ દશ્ય હતું.
પિતાના દેવી શરીરની તિપ્રભા દ્વારા દિશાઓને પ્રકાશમાન કરી દેતી અનેક દેવીઓને મેં મારી સામે ઉભેલા જોયા. સંભ્રમ પૂર્વક શયનમાંથી મારું ઉત્થાન એજ એમનું સ્વાગત હતું. મને આ દશ્ય જોઈ અતિ આશ્ચર્ય થતું હતું.
પ્રસન્નતાથી જેઓના મુખ ઉપર મધુર હાસ્યની રેખાઓ અંકિત બનેલી છે એવી તે દેવીઓ બેલી, તું ધન્ય છે. કૃતકૃત્ય છે. પૂજનીય છે. સૌભાગ્યને અધિપતિ છે. અમારા માટે વંદનીય છે. જેના હૃદયમંદિરમાં ધર્મને સદા નિવાસ છે એના અમે દાસ છીએ. માનસરોવરમાં હંસલા રમે એમ આપના મનસરોવરમાં ધર્મ રમી રહ્યો છે. અમે આપને પડતે બેલ ઝીલનારી સેવિકાએ છીએ.
હિણી પ્રજ્ઞપ્તિ વિગેરે અમારા નામ છે. સ્વયંવર કન્યા પિતાને પ્રિયતમ શેાધી કાઢે એમ અમે બધા મળીને આપના ચરણે આવ્યા છીએ. આપ વિદ્યાધર ચકવતી થવાના છે. અમે આપના શરીરમાં પ્રવેશ કરીશું. આપ અમારા નાથ છે. અમારો સ્વીકાર કરે.
એ મંગલમૂર્તિ! અમારી આજ્ઞાથી વિદ્યાધરોનું વૃંદ આપના દ્વારે આવી ઉભું છે. એ આપના સૈનીકે તરીકે રહેશે.