________________
પ્રકરણ એવું
વિમળને વિરાગ
રત્નચૂડના ગયા પછી વિમળ સંસાર સુખેથી વધુ અલિપ્ત રહેવા લાગ્યો. ઈદ્રિ અને મન ભૌતિક સુખ ભણું જતાં વિરામ પામ્યા. હૃદય પવિત્ર બન્યું. આ રીતે એના જીવનને કાળ વિરાગમય વીતવા લાગે.
વિરાગી વિમળને જોઈ માત-તાત વિચારે છે કે અમારા પુત્રનું જીવન કેવું શ્રેષ્ઠ છે? ત્રણે લોકોને મુગ્ધ બનાવે એવું આચરણ છે. વિમળ પાસે ખીલખીલાટ કરતું યૌવન છે, મદમસ્ત આરોગ્ય છે અને અપાર ધન વૈભવ છે. સાહિત્ય, સંગીત અને કળાએને સુમેળ એણે સાથે છે, ભેગે એના ચરણે ચૂંબી રહ્યા છે, છતાં એક સુસાધુની જેમ વિષયોથી વિરાગી રહે છે. વિષયસુખમાં લિસ બનતું નથી.
આ કુમાર વિષય ભેગમાં જે આસક્ત ન બને તે આપણું આ મહા સામ્રાજ્ય નિષ્ફળ છે. આપણે જ પુત્રને વિષયસેવામાં જોડાવા કહીએ. પુત્ર વિનયશીલ છે, એટલે આપણી આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરે. દાક્ષિણ્ય ગુણ એનામાં છે એટલે આપણી આજ્ઞા જરૂર પાળશે.
આ જાતને વિચાર કરી અને એકાંતમાં નિર્ણય કરી પુત્રને પોતાની પાસે બોલાવ્યો, અમૃતસી મીઠી બેલીમાં કહ્યું,
આ
બને તે