________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
૩૬
દરિદ્રીની સિંહ ગર્જના :
રાજાજ્ઞાથી રાજપુરૂષો દરિદ્ર મૂર્તિને બલાત્કારે હિમગૃહમાં રાજા પાસે લાવ્યા, ત્યાં તે જાણે શ્રમથી અતિશ્રમિત ન બની ગયેા હાય તેમ ધબ દઈ ધરતી પર ઢળી પડ્યો. અશક્તિના કારણે એ સ્થિર ઉભા રહેવા પણ અસમથ જણાતા હતા.
ધરતી પર ઢળેલા દરિદ્રીને જોઈ કેટલાક જના એની નિંદા કરવા લાગ્યા. કાઇ અપમાન કરવા લાગ્યા. કાઈ વળી મશ્કરી કરી મુક્તહાસ્ય કરી રહ્યા હતા. કેાઈ વળી આવા અદીઠડાને ઉપાડી લાવવા બદલ શૈાક વ્યક્ત કરી રહ્યા હતા.
અરે ! આ કાળીયા ભીખારાને કાણુ ઉપાડી લાવ્યું ? દુલ, નિખલ, કેઢિયા અને માંદલિયા ભૂખડી ખારસને શા માટે ઉપાડી લાવ્યા ? આ દુરાત્મા છે, સાક્ષાત્ દેહધારી પાપના પુંજ છે. પાપની મૂર્તિ છે. આવા નિષ્ઠુર વચને ઘણા ખેલવા લાગ્યા.
અપમાન ભર્યા અણિયાલા વચના સાંભળી શ્રી બુધસૂરિજી ક્રોધે ભરાણા. આ ક્રોધ માત્ર દેખાવના જ હુંતે, છતાં એમની આકૃતિ કાળભૈરવ જેવી સભક્ષી ખની ગઇ. એમના નેત્રમાંથી મહાવાલા ભર્યાં મહાનલ લેકેાને બાળી નાખે તેવા ભયકર વવા લાગ્યા. તેઓ ગઈ ઉઠ્યા.
અરે એ પાપીએ! શું હું તમારા કરતા વધુ કદ્રુપા છું? શું હું તમારા કરતાં વધુ દુઃખી છું ? અમા! તમે શું જોઇને મને હંસા છે ? મારી મશ્કરી કરવાના અધિકાર તમને કાણે આપ્યા છે ?