________________
૩૮૪
ઉપમિતિ કથા સારદ્વાર
જીવલેક એ શિવનિકેતનને સ્વામી છે. પણ હાદિ કર્મોના કારણે એ ઉન્મત્ત-પાગલ બની ગયેલ છે.
સમતા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, ઉદારતા, સદાચાર, સવિચાર, ઈચ્છાનિધ, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા વિગેરે ગુણે જીવના નેહાળ સ્વજને છે.
રાગ, , અજ્ઞાન, કામ, ક્રોધ, મદ, મેહ વિગેરે ધૂર્તતસ્કરે છે, છતાં પણ સંસારીજીને પિતાના આત્મીય જને જેવા આત લાગે છે. બઠરે જેમ ધૂને પિતાના બધુ માનેલા.
શિવભક્તોએ સારગુરુ-બકરને ચેતવ્યા, પણ એ ન સમજો, તેમ જિનમતના જ્ઞાતા જેનો જીવલોકને ધૂર્તતસ્કરોની માહિતી આપે છે, અને એનાથી સાવધ રહેવાનું જણાવે છે છતાં કઈ કશું કાને ધરતું નથી, તત્ત્વને સમજતા નથી. ને સમજાવવા છતાં નહિ સમજતાં જીવલેકને કહેવાનું માહેર શ્વરે માંડી વાળે છે. એના પ્રતિ ઉપેક્ષા સેવે છે. એને તજી. દે છે. રાગાદિ ભાવતસ્કરોએ જીવલોકને ઉન્માદ ખૂબ વધારી દીધે. એના ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું. મનની મહા આશા-તૃષ્ણારૂપ મધ્ય એારડામાં જીવલોકને પૂરી દેવામાં આવે છે. આશાના તંતુથી જકડાએલ રહે છે.
બઠરની સંપત્તિનું સ્વામિત્વ ઝુંટવી લઈ ધૂર્તોએ પિતાની ટેળીમાંથી એકને આગેવાન બનાવ્યો અને એની આજ્ઞા પ્રમાણે બઠરને નૃત્ય વિગેરે કરવા પડતા હતા, તેમ રાગ દ્વેષ તસ્કરોએ જીવની સંપત્તિનું સ્વામિત્વ ઝુંટવી લઈ પિતાના વડા મેહરાજને અધિપતિ બનાવ્યું. મહરાજની આજ્ઞા પ્રમાણે જીવે નૃત્ય કરે છે.