________________
સૂરિજીની આત્મકથા
૪૩
ઉમરેંગ અનુભવતી જણાઈ. અમૃતસિંચાએલી નવવર્ણિકા જેમ નવપદ્ધવિતા બની જાય એમ એ નારી સદ્યપ્રફુલા બની ગઈ.
મેં એના પ્રતિ માતૃભાવથી જોયું અને સવિનય મસ્તક નમાવ્યું. એ વત્સલા નારીએ પ્રેમભર્યાં આશીષ વરસાવ્યા અને પૂછ્યું, વત્સ ! તું કાણુ છે ? શા માટે આ પ્રદેશે। તરફ આવ્યા છે ?
મે' નમ્રતાથી ઉત્તર આપ્યા, માતાજી! ધરાતલ નગરના રહેવાસી છું. બુધકુમાર મારા પૂજ્ય પિતાજી છે. શ્રી ષિષણાદેવીજી મારા માતાજી છે. વિચાર મારૂં નામ છે. વિશાળ પૃથ્વીના દર્શન કરવાનું મન થયું એટલે દેશ-વિદેશની યાત્રાએ નિકળી પડ્યો છું. ફરતાં ફરતાં આજ અહીં આવી પહોંચ્યા છું.
મારી વાત સાંભળતાં જ એ નારીએ મને માથમાં પ્રેમથી જકડી લીધા, મારા મસ્તક ઉપર પ્રેમથી ચૂંબન કર્યું. નયનામાંથી હર્ષના આંસુએ વહી નીકળ્યા. વારંવાર પ્રેમથી મસ્તક ઉપર ચૂખન કર્યું.
અરે વત્સ ! આજ મારે આંગણીએ કલ્પવૃક્ષ ફળી ઉઠ્યા છે. તારા મેળાપ એ મારે મન વિના વાદળે અમૃતવર્ષા જેવા થયા છે. પુણ્યના સમુહ આજે વિકસી ગયા.
બેટા ! તું મને બરાબર નહિ એળખતા હોય. તું ધાવણા હતા ત્યારે જ મેં તને છેડી દીધેલેા. તારી માતા ધિષણા મારી પ્રિય સખી છે. એના ઉપર મને ખૂબ હેત છે અને મારા ઉપર એને ખૂબ હેત છે. બુધકુમારને પણ હું ઘણી વહાલી હતી. મને માર્ગાનુસારિતા” કહી સૌ મેલાવે છે.