________________
ઉપમિતિ કથા સારદ્વાર
સંયમને પડેલે માર :
પૂજ્ય પિતાજી ! કેટલાક માનવબંધુએ પર્વત ભણી એક માનવબંધુને લઈ જતા હતા. એના શરીર ઉપર ઘણા ઘા થએલા દેખાતા હતા. પીડાની વેદના મુખ ઉપર તરી આવતી હતી. મને વ્યથા પણ ઘણી હતી. મેં માસીબાને પૂછયું, બા ! આ કણ માનવબંધુ છે?
બેટા વિચાર ! આ વિવેકપર્વત ઉપર “ચારિત્રઘમ” નામના રાજવી રહે છે. એમને “યતિધર્મ” નામને સુપુત્ર છે. એને “સંયમ” નામને આ વીર વડે સિનિક છે
મહામહ વિગેરે એના કટ્ટા વિરોધી દુશ્મને છે. એક વખતે સંયમ એકાકી ક્યાંય ગએલે અને દુશ્મનોની નજરે આવી ગયો. એકલપણાને લાભ લઈ સૌ એના ઉપર ખાબકી પડ્યા. દુશ્મનોની સંખ્યા ઘણી હતી અને સંયમ એકલે હતે એટલે તેને મારી-મારી ઘાયલ કરી નાખે. ઘા ઘણ અને ઉંડા પડ્યા છે. રણભૂમિથી એને હાંકી કાઢ્યો. એના બીજા સૈનીકે આવ્યા અને તેઓ સંયમને ઉપાડી પર્વતીય નગર જૈનપુરમાં લઈ જઈ રહ્યા છે, ત્યાં એના માત-તાત અને ભાઈ–ભગિનીઓ રહે છે.
માતાજી ! ચારિત્રધર્મરાજ પિતાના પદાતિ સંયમના પરાભવથી જરૂર શત્રુઓ ઉપર કરડે થશે. એ સંબંધી આઘાતે અને પ્રત્યાઘાતે શું થાય છે, એ જાણવાની મને ઘણી ઉત્સુકતા છે. માતાજી! આપણે ત્યાં જઈએ અને એમની કાર્ય વાહીનું નિરીક્ષણ કરીએ.