________________
૪૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
કારણે મહામહ અને એને પરિવાર કેધે ભરાણે છે. આ એમના વૈરનું મૂળકારણ છે.
માતાજી! એ પાંચે વીરરત્નના શું નામ છે? કઈ રીતે વિશ્વ ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરતા હોય છે ?
બેટા ! સ્પશન, સસન, પ્રાણ, દષ્ટિ અને શ્રુતિ આ એમના નામે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દોમાં જગતને આકર્ષે છે. એ રીતે આકર્ષણ કર્યા પછી પિતાનું વર્ચસ્વ એના ઉપર પાથરી દે છે. આધીન બનાવી લે છે.
વત્સ! આ પાંચમને એક વ્યક્તિ ધારે તે વિશ્વને પિતાને આધીન બનાવી શકે તેમ છે. અરે ! પાંચે ભેગા મળે પછી તે પૂછવાનું જ શું? વિશ્વને પરાધીન કેમ ન બનાવી શકે ? એ કાંઈ આશ્ચર્યની વાત ગણાય ?
પુત્ર ! તું હવે ઘરે જ. વિશ્વાવલોકન થઈ ગયું છે. તારી અન્તરેછા તૃપ્ત થઈ છે. ઘરે જા, હું તારી પાછળ આવી પહોંચીશ. આવું જણાવી માસીબાએ મને મોકલી આપે, એટલે હું આપના ચરણે આવી ગયે.
પૂજ્યપાદ પિતાજી! વિશ્વના મહાશત્રુઓ જે પેલા પાંચ વીરરત્ન છે, એમાંને ઘાણ પણ એક મહાશત્રુ છે. એ કઈ સારો વ્યક્તિ છે એમ ન માનશે. સહેજે વિશ્વાસ કરવા જેવું વ્યક્તિ એ નથી.
માર્ગોનુસારિતા પણ એટલામાં ત્યાં આવી પહોંચી. એણીએ પણ વિચારની વાતને પૂરેપૂરું સમર્થન આપ્યું. બુધકુમારે આ