________________
સૂરિજીની આત્મકથા
૪૧૯
વાત સાંભળીને બ્રાણના ત્યાગ માટે મનેર કર્યા. અવસરે સર્વથા તજી દેવાને પૂર્ણ દઢ નિર્ણય કર્યો. મંદનું મૃત્યુ :
ભરીંગ સમી ભુજંગતાના આદેશથી મંદકુમાર સુગંધી પદાર્થોના ભંગ ઉપભેગથી ઘાણને સંતોષ આપે છે. એની શાંતિમાં પિતાનું સુખ માને છે, પણ જરાય ચેતીને ચાલતે નથી. ભાવીમાં શું થશે એની એને પડી નથી. પણ બીજી બાજુ એક નવિન ઘટના બની.
આ ધરાતલ નગરમાં દેવરાજ નામને એક રાજા હતે. એને લીલાવંતી નામની એક પત્ની હતી. એ લીલાવંતી મંદકુમારની બહેન થતી હતી.
લીલાવંતીને બીજી એક શેક હતી. એ શેક સ્ત્રીને એક પુત્ર હતો. ઈર્ષાના કારણે શેક સ્ત્રીના પુત્રને મારવાનો વિચાર કર્યો. નિંદ્ય પુરૂષ પાસે એક વિષમય ગંધચૂર્ણનું પડીકું તૈયાર કરાવ્યું. ઘરના બારણે એ ગંધચૂર્ણનું પડીકું મૂકી પતે ઘરમાં ગઈ. એણની કલ્પના હતી કે શેક સ્ત્રીને પુત્ર આવશે અને ગંધચૂર્ણ સુંઘશે. સુંઘતા જ એ યમધામ પહોંચી જશે.
ભાગ્ય સંગે મંદકુમાર બહેનના ઘરે આવી ચડ્યો. દરવાજે એને સરસ સુગંધ આવવા લાગી. આમતેમ નજર ફેરવતાં ગંધચૂર્ણનું પડીકું હાથ લાગ્યું. ભુજંગતાએ સુંઘવાને આદેશ આપે. | મંદકુમારે તરત જ પડીકું ખોલ્યું. સુગંધ સભર ચૂર્ણને સુંઘવા લાગ્યું. સુગંધ સરસ હતી પણ ઝેર એમાં ભરેલું હતું.