________________
સૂરિજીની આત્મકથા
૪૧૧
ભક્તિ અને અજોડ નિષ્ઠા પ્રદર્શિત કરી છે. પેાતાની પ્રતિભા શક્તિના પણ ખ્યાલ આપ્યા છે.
કિન્તુ પ્રજ્ઞાવાન્ પુરૂષાએ સમય અને શક્તિને વિચાર્ કર્યા વિના કાઈ કાર્યના પ્રારંભ કરવા ન ઘટે. નીતિ અને પરાક્રમની સાર્થકતા સુર્યેાગ્ય સમય સાથે સકળાએલ છે. વર્તમાનકાળે નીતિ અને પરાક્રમ ભલે આપણી પાસે હાય પણ સાનુકૂળ સમય તે નથી. આપ એ માટેના કારણ સાંભળેા.
રાજનીતિમાં ‘છ ગુણા કહ્યા છે. પાંચ અંગેા, ત્રણ શક્તિએ ત્રણ ઉદય સિદ્ધિઓ, ચાર નીતિએ, ચાર રાજવિદ્યા કહેલી છે, તે આપ સૌ જાણેા છે.
આપણે જે કાર્ય સિદ્ધ કરવા ઇચ્છીએ છીએ, તે હાલ અશકય છે. કારણ કે આ ભવચક્ર, આપણે, આપણા વિરાધીએ અને આપણા મહારાજા શ્રી કમ પરિણામ વિગેરે સૌ સંસારીજીવને આધીન છે.
જેની સત્તા નીચે આ વિશાળ ચિત્તવૃત્તિ મહાટવી રહેલી છે, એ સંસારીજીવ આપણામાંના કોઇના નામને પણ જાણતા
* સ્થાન, યાન, સંધિ, વિગ્રહ, સશ્રય અને દ્વૈધીભાવ એ છ ગુણા છે. ઉપાય, દેશ, પુરૂષ, આપત્રક્ષા અને કાયસિદ્ધિ આ પાંચ અંગેા છે. ઉત્સાહશક્તિ, પ્રભુશક્તિ અને મત્રશક્તિ આ ત્રણ શક્તિ છે. સામ, દામ, દંડ અને ભેદ આ ચાર નીતિએ છે. તકવિદ્યા, ત્રયી વિદ્યા, વાર્તા અને દંડનીતિ એ ચાર રાજિવદ્યા છે. આ રાજનીતિનૉ પ્રયાગ વતમાનકાળે પણુ દરેક મહારાજ્યેા અપનાવતા હાય છે. યુદ્ધના દિવસેામાં એ પ્રયાગ બરાબર જોઇ શકીએ છીએ.