________________
સૂરિજીની આત્મકથા
૪૯
રાડ નખાવી દે તેમ છે. અરે! વીરનરોની વાત જવા દો પણ આપના સૈન્યમાં રહેલી વીરાંગનાઓ પણ શત્રુસૈન્યમાં કાળે કેર વર્તાવવા અતિ સમર્થ છે. એકએક શત્રુને વીણી વીણીને ઉચ્છેદ કરવાની ક્ષમતા ધરાવે છે. ગુપ્ત મંત્રણ :
યુદ્ધને ઉત્સાહ જોઈને ચારિત્રધર્મરાજે પિતાના મહામાત્ય સમ્યગદર્શન અને સાધને મંત્રણ માટે બોલાવ્યા અને એકાંતમાં સુરક્ષિત સ્થળે મંત્રણા કરવા ચાલ્યા ગયા.
પિતાજી માસીબા અન્તર્ધાન થઈ ગયા અને મને સાથે લઈ મંત્રણાખંડમાં ગયા. બાને સાંભળવાની ઈચ્છા હતી, મને પણ સાંભળવાનું કૌતુક હતું. ગુપ્ત મંત્રણાઓ સાંભળવામાં કેને મજા ન પડે?
શ્રી ચારિત્રધર્મરાજે મહામાત્મ અને સેનાપતિને આ વિષય માટે પ્રશ્ન કર્યો. યુદ્ધને તરવરાટ સૌએ જોયેલો હતે.
શ્રી સમ્યગદર્શને જણાવ્યું, પૂજ્યપાદ મહારાજ ! હાલમાં યુદ્ધ કરવું એ એગ્ય છે. આ અવસરને લાભ જતો કરવા જે નથી. આપણને ધારી તક મળી છે. રાજવીઓ યુદ્ધને ઝંખી રહ્યા છે. યુદ્ધની ચળ ઉપડી છે. એમને ઉત્સાહ આપણને જરૂર વિજયમાળા અપાવશે. વધુ મંત્રણાઓની જરૂર નથી વિચારોમાં હવે ઘણાં ઉંડા ઉતરી સમય અને શક્તિને અપવ્યય કરવા જેવો નથી.
જે માનવી શત્રુને પરાભવ સહન કરે એના કરતાં એને ભારભૂત જન્મ આ ધરતી પર ન થાય તે સારૂં. કદાચ