________________
૪૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
જન્મી જાય તે એનું મૃત્યુ વધારે ઈષ્ટ છે. નપુસક કે નિઈ. વની જેમ જીવવું જરાય સારૂં નથી.
- આપના શૂરા સૈનિકે સમુદ્રની જેમ શત્રુસૈન્યને પ્લાવિત કરવામાં કાબેલ છે. આપની આજ્ઞાને અવરોધ વચ્ચે આડ ન બન્યો હોત, તે રિપુદળ દળદળ બની ચૂક્યું હેત. આપની આજ્ઞા એમને યુદ્ધની ઈચ્છા પૂર્ણ કરવામાં વિશ્વરૂપ છે.
અરે ! મારા શિરતાજ રાજવી ! રાજાને એક જ શત્રુ હેય તે એના ઉપર પણ વિજય મેળવવું જોઈએ. એની ઉપેક્ષા પણ કદી ભયંકર આપદા ઉભી કરી શકે છે. આપને તે હજારો લાખે શત્રુઓ છે. એમની ઉપેક્ષા કરવી એ શું યોગ્ય લેખાય ?
પ્રત્યે ! પ્રભે !! શરીરમાં જોખમ ઉભી કરનારી વ્યાધિએને નાશ કરી સ્વસ્થતા મેળવી શકાય છે. આપ પણ આપના અરિદળને સંપૂર્ણ નાશ કરી વિશાળ સામ્રાજ્યની સંપત્તિ અને આબાદીના સુખને અવિરત ભેગ. આપ શત્રુઓના નાશ પછી નચિંત બની જશે.
પિતાને વિચાર જણાવીને શ્રી સમ્યગદર્શન મૌન રહ્યા. શ્રી ચારિત્રધર્મરાજે શ્રી સધ મંત્રી તરફ જોયું એટલે સુમતિધન શ્રી સધ મંત્રીએ પિતાને વિચારે રાજ્યશ્રીને કહેવા અનુમતિ માંગી અને જણાવ્યું.
રાજરાજેશ્વર ! ગૌરવશીલ શ્રી સમ્યગ્રદર્શનજીએ જે ગૌરવભરી ભાષામાં જણાવ્યું, તે આવકારપાત્ર વાત છે. આ વિચારો રજુ કરવા દ્વારા એણે પિતાના સ્વામી પ્રતિ અપ્રતિમ