________________
૪૦૮
ઉપમિતિ કથા સારદ્વાર
ચારિત્રધર્મરાજને વિનય સભર વિનંતિ કરતાં જણાવ્યું કેવિચાર વિનિમય :
મહા અપ્રતિમ શક્તિવંત રાજેન્દ્ર !:ધીરપુરૂએ આવા ઉકેરાટમાં ન આવવું છે. આવા ક્ષોભ અને ઉત્તેજનાની જરૂર નથી. આ આપણું નાના રાજવીઓને આ૫ શાન્ત બનવાની આજ્ઞા ફરમાવે. ઉત્તેજનાથી કાર્ય સફળતા નથી મેળવી શકાતી. મહાપુરૂષે કાર્યની સિદ્ધિનું લક્ષ રાખે છે.
આપ રાજવીઓ તરફ નયનના ઈશારાથી શાન્ત રહેવા જણાવે. એમને પૂછે કે હે વહાલા રાજવીઓ ! આવી પરિ. સ્થિતિમાં આપણે કો માર્ગ લે જોઈએ? મહારાજાએ પણ એ પ્રશ્ન સભા સમક્ષ મુકી દીધે.
સ્વમાની રાજવીઓ તરત જ ગર્જના કરી ઉઠ્યા, અરે ! આપણું માનનીય સંયમ સુભટના પરાભવને કેમ સહન થાય? આવો ભયંકર રકાસ આપણે કેમ સહન કરી શકીએ ? શત્રુઓ દ્વારા આ ભયંકર પરાભવ થાય છતાં યુદ્ધ માટે કેમ વિલંબ કરવામાં આવે છે? અમે સૌ યુદ્ધ માટે થનથની રહ્યા છીએ.
શુષ્કતૃણ, રૂ, રાખ અને રજ પણ પ્રતિપક્ષ દ્વારા થતા અપમાનને સહન કરવા તૈયાર થતાં નથી, તે આપણે માનવીઓ અરે, ક્ષત્રીયન થઈ કેમ ઉપેક્ષા કરીએ? પરતુ દેવ! યુદ્ધમાં ઝંપલાવવાની ઈચ્છા આપની ન થાય ત્યાં સુધી એ પાપાત્માઓને ખાતમે કઈ રીતે બેલાવી શકાય?
આપ આજ્ઞા કરે તો વનરાજ મૃગટેળાને વેરવિખેર કરી નાખે, તેમ આપને એક પદાતિ સેનિક પણ મહાશત્રુઓને