Book Title: Upmiti Saroddhar Part 02
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 454
________________ સુરિજીની આત્મકથા ૪૦પ મેં કહ્યું, માતાજી ! મારા પરમપુયે આ અજાણ્યા પ્રવર નગરે આ૫નું મિલન થયું છે. આપ મને આ નગરને પરિચય કરાવશે અને દાર્શનીક સ્થળે દેખાડશે. નગર દશન : ચક્કસ. એમ કહેવા પૂર્વક માતાજી સમા માસીબાએ એ ભવચક્રનગરનાં જુદા જુદા આદર્શ સ્થળે મને દેખાડ્યા. અનેક માહિતીઓ મને સંભળાવી. મને રાજી રાજી કરી દીધે. નગરમાં ફરતાં ફરતાં એક અવાંતર નગર મારા જેવામાં આવ્યું. એ નગરની મધ્યમાં એક પર્વત દેખાતું હતું અને એ પર્વતના શિખર ઉપર એક ગામ વસેલું જણાતું હતું. માસી માર્ગનુસારિતાને મેં કહ્યુંઃ માતાજી! આ સામે દેખાતું અવાંતર નગર કયું છે? એના મધ્યભાગે રહેલા પર્વતનું શું નામ છે ? વળી પર્વત ઉપર કયું નગર વસેલું છે? હાલા પુત્ર! આ નગરને હજુ તને ખ્યાલ ન આવ્યા? આ નગર વિશ્વમાં સુખ્યાત છે. “સાત્ત્વિકમાનસ” એનું નામ છે. આ વિવેક પર્વત પણ સુપ્રસિદ્ધ છે. એના શિખરને “અપ્રમત્તાચળ” સૌ કહે છે. પર્વતીય નગર એ તે વળી વિશ્વના સૌથી વધુ પ્રસિદ્ધ સ્થળમાં ગણવામાં આવ્યું છે. “જેનપુર” એનું ગુણવાચક અભિધાન છે. વિશ્વવિખ્યાત સ્થળે માટે તારે કેમ પૂછવું પડ્યું ? માસીબા આ વાત મને જણાવી રહ્યા હતા, ત્યાં એક નવી ઘટના બની ગઈ. આપ એ પણ જરા સાંભળી લો. ધ્યાન ખેંચે એવી ઘટના છે.

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486