________________
સૂરિજીની આત્મકથા
૪૦૧
એનું કૌશલ છે. એના કહ્યા પ્રમાણે સુગંધિ પદાર્થોની સુગંધથી પ્રાણને ખુશ કરવાની વાત માન્ય કર્યાં જેવી નથી. એના શબ્દો છેતરપીંડી ભર્યો છે. જો મારે સુખની ઇચ્છા હાય તા ભુજ'ગતાના વિશ્વાસ ન કરવા જોઇએ.
બુધકુમારે બુદ્ધિથી નિણૅય કરી ઘ્રાણનું રક્ષણ કરવા લાગ્યા, પણ ભુજંગતાને તરછેાડી મુકી. પરિણામે મુધકુમાર દરેક રીતે સુખી થયા. કયાંય કશે। વાંધા નડતા ન હતા. દાષાથી મુક્ત રહ્યા અને સુખ પામ્યા.
ભમ્મરનેત્રા ભુજ'ગતાને માન આપી મદકુમાર ઘ્રાણુને દરેક સુગંધિ પદાર્થો મેળવી આપવા માટે અનેક કલેશેશને સહન કરે છે. ભામિની ભુજગતાએ આ રીતે મંદકુમારના હૃદયપ્રદેશ ઉપર સત્તા જમાવી ીધી. આખરે દુઃખી દુઃખી બેહાલ બનાવી દીધેા.
વિચારકુમારનું દેશાટન :
બુધકુમાર અને ષિષણાદેવીને સ‘સારસુખા માણતાં વિચારકુમાર નામના પુત્ર થએલા. યૌવન વયમાં એને દેશ-વિદેશની યાત્રાએ જવાનું મન થયું. માત-તાતની અનુમતિ લીધા વિના રવાના થએલા. બાહ્ય પ્રદેશે અને અતરંગ પ્રદેશેાની મહાયાત્રા કરી હાલમાં જ પાછે આવેલે.
વિચારકુમારની મનિષા પૂર્ણ થઇ હતી. ઘણા સમયે મિલન થવાથી રાજકુળમાં ઘણા આનંદૅ થએલા. “પ્રિયમિલન” નામના મહા ઉત્સવ ઉજવવામાં આવ્યેા. એ ઉત્સવ દરમ્યાન
૨૬