________________
સૂરિજીની આત્મકથા
જો કે આ બનાવ હું ભૂલી ગયે હતું, પરંતુ તેં યાદ દેવરાવ્યો. તને ધન્યવાદ આપું છું. તારા ઉપર હું વારી ગયો છું. હું તારું કર્યું ઈચ્છિત કાર્ય કરું? તેં મને પ્રેમના સુકમળ છતાં મજબુત બંધને બાંધી લીધું છે. તે પ્રેમથી મને વેચાણ લઈ લીધું છે. હું તારા ઈષ્ટ કાર્યને કરવા હરહંમેશને માટે તયાર છું.
નયનના કટાક્ષેથી મંદકુમારના હૈયાને વીંધતી બાળા ભુજંગતાએ કહ્યું, આપ જે ખરેખર મારા ઉપર પ્રસન્ન બન્યા હો તો આપના મિત્ર બ્રાણનું પાલન પોષણ પૂર્વવત કરે. એ આપને છે અને આપે એનું પાલન કરવું એ પવિત્ર ફરજ છે.
ઘાણને સુપુષ્પોની સુગન્ધ ખૂબ ગમે છે. દુર્ગધિ વસ્તુઓના નામ પણ એને સાંભળવા ગમતા નથી. સુગંધ મળી એટલે સંતેષ.
કેશરની મહેક, ધૂપની સુવાસ, કસ્તુરીની પરિમલ, કપૂરની સુગંધ અને ફુલોની ફેરમ એને અતિપ્રિય છે. કેવડા, રાતરાણી, જુઈ, જાઈ, ગુલાબ, હિને વિગેરેના અત્તરે ભણી એને ઘણું આકર્ષણ છે. તજ, એલા, લવિંગ, વિગેરે સુગંધિ દ્રવ્યનું બનેલું પીણું એ પસંદ કરે છે. ખસના પડદા, ચંદનના વિલેપન, એને મનભાવતા છે. આ પ્રક્રિયાથી આપ ઘાણને પાલન કરી સુખી કરી શકે છે. એના હૃદયને વધુ આકષી શકે છે.
આપ ઘાણની સેવામાં સુગંધ ભરી વસ્તુઓ મૂકી જુવે અને એ પછી આપને પણ કે અપૂર્વ આનંદ થાય છે એને