________________
૪૦૨
ઉપમિતિ કથા સારાદ્ધાર
વિચારકુમારને જાણવામાં આવી ગયું કે તાતપાદ શ્રી બુધકુમારને અને કાકા મંદકુમારને પ્રાણ સાથે મિત્રતા થઈ છે.
વિચારકુમાર તાતશ્રીને એકાંતમાં લઈ ગયા અને લલાટે હાથ જોડી વિનયપૂર્વક મધુર વચનાથી જણાવ્યું, પૂજ્ય પિતાજી ! આપને મારે કાંઇ પણ કહેવું ચેાગ્ય ન ગણાય, છતાં એક વાત જણાવવા જોગી છે એટલે જણાવું છું.
શૈતાનશેખર ઘ્રાણુ સાથે આપની મિત્રતા ન શેાલે. એ માનવ નથી પણ શેતાન છે. કાકાજીના પણ એ મિત્ર બન્યા છે. આપ એના મૂળ સ્થળને જાણી લે જેથી આપને એ વાતના ખ્યાલ આવી જશે.
પૂજ્ય તાતપાદ ! આપની અનુજ્ઞા લીધા વિના જ હું દેશવિદેશ જોવાની ઈચ્છાથી અહીંથી નિકળી પડ્યો હતા. વિશાળ પૃથ્વીના વિશાળ ખેતરા, નદીઓ, વના, નગરા, ગ્રામ્યપ્રદેશેાને જોતા જોતા આગળ વધી રહ્યો હતા. એક દિવસે મહાવિશાળ ભવચક્ર નામના નગરમાં જઇ પહેાંચ્ચા.
માસીનું મીલન :
ભવચક્ર નગરના મહાપથ ઉપર હું ફરતા હતા, ત્યાં નયનાને અમદ આનંદ્ન દેનારી, ચ`દ્રની જ્ગ્યાના જેવી મૃગનયના અને વિકસિત કપાલા નારી મારા જોવામાં આવી. મને ઘણા આનંદ થયા. એના પ્રતિ આકર્ષણ થયું.
એ નારી પણ મને જોઇ પ્રફુલ્લ બની ગઈ. એના મુખ સરાજ ઉપર આનદની લહેરા રમવા લાગી. પ્રિયમિલન જેવા