________________
૩૯૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
સ્વરૂપ રૂપ શિવનિકેતનમાં જઇ જ્ઞાનદીપ પ્રગટાવે છે. ત્યાર ખાદ સમ્યગ્દર્શન રૂપ નિર્મળ તીર્થંજળનું પાન કરાવી હાથમાં સમ્યગ્ ચારિત્ર રૂપ વાદડ આપે છે.
સમ્યજ્ઞાન દ્વારા જીવલેાક વાસ્તવિક વસ્તુને જોઇ શકે છે અને સમ્યગ્દર્શનના પ્રતાપે પાપકર્મો હળવા થવાથી સચેતનતા વિકસિત બને છે અને મહાપ્રભાવક ચારિત્રરૂપ વાઈડથી અત્યાર સુધી મિત્ર માનેલા રાગાદિ ઉપર ગુરુદેવના વચને પ્રમાણે ત્રાટકી પડે છે અને એના ભૂક્કેભૂકા ખાલાવી દે છે.
રાગ, દ્વેષ, અજ્ઞાન શત્રુઓના નાશ પછી એના આત્મા નિર્મળ બનતા જાય છે. આંતર જ્યેાતિ વિકસતી જાય છે. અપ્રમત્તતા વિગેરે ગુણુરત્તાના વિકાશ થતા જાય છે. એમ કરતાં એના આંતર એરડાના દરવાજા ખૂલી જાય છે અને પેાતાના સાહજિક કુટુંબીઓના મેળાપ થાય છે.
પેાતાના અતુલ અને અમૂલ્ય ગુણરત્નાના લાભથી એને અતિશય સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. પેાતાના ઐશ્વર્યનું ભાન અને પ્રાપ્તિ થવાથી નિરવવધ આનંદને પરમ અનુભવ કરે છે.
આખરે એને ભવગામરૂપ સ’સાર ત્યાગ કરવાના ભાવ અતિજાગૃત થાય છે. પરિણામે રાગાદિ ચારાના વસવાટવાળા આ સ'સારના ત્યાગ કરી નિરાબાધ અને નિષ્ક ટક સ્થળે રહેલા મઠે સમા મેાક્ષમાં જઇ વસે છે. ત્યાં અજર, અમર, અચલ, અક્ષય, અનન્ત, અજર, અવ્યાખાધ, અપુનરાવત અવસ્થાને વરે છે.