________________
પ્રકરણ છઠું
સૂરિજીની આત્મકથા
આ વિશાળ વિશ્વમાં “ધરાતલ” નામનું અતિ વિશાળ નગર હતું. અનેક નવા નવા પ્રસંગે રેજ અહીં થયા જ કરતાં. એકને ભૂલાવે એવા અનેક આશ્ચર્યો આ નગરમાં બન્યા કરતાં.
આ નગરના રાજયસિંહાસનને શ્રી “શુભવિપાક” રાજવી શોભાવી રહ્યા હતા. વિશ્વરૂપ કમળના વિકાસ માટે અમૃતવર્ષી ચંદ્રમા સમા એ શાન્ત અને આહૂલાદક હતા. એમને “નિજસાધુતા”નામની રાણી હતી. પિતાના પતિદેવના દરેક ગુણે નિજસાધુતામાં હતા. બંને ગુણ, રૂપ, વય, વ૫, વિદ્યા અને સ્વભાવમાં મળતાવડા હતા. એમને “બુધકુમાર” નામને એક સુપુત્ર હતું. ગુણગણથી એ ગુણિયલ ગણાતે.
શુભવિપાક રાજાને એક નાના બધુ હતા. એનું નામ અશુભવિપાક” હતું. વિશ્વના સર્વે સન્તાપે ઉભા કરવા એ એનું મુખ્ય કાર્ય હતું. ત્રાસ આપવા એ એની આનંદજનક ક્રિયા ગણાતી. અશુભવિપાકને એના જેવાજ ગુણ-સ્વભાવવાળી “પરિણતિ” નામની પત્ની હતી. વળી દરૂપ સર્પરાજેથી સદા વિંટળાઈ રહે “મંદકુમાર” નામને એમને પુત્ર હતે.