________________
૩૫
સૂરિજીની આત્મકથા આનંદથી ફરી રહ્યા હતા. એમાં એક શિલ-લઘુપર્વત એમના જેવામાં આવ્યું. એ લઘુપર્વતનું નામ “લલાટ ” હતું.
એ લલાટશૈલ ઉપર “શિષ” નામનું શિખર હતું. ત્યાં “કબરી” નામને નાનેસ ગાઢ ઉદ્યાન હતું. ત્યાંની ઝાડી ખૂબજ નીલશ્યામ અને ઘટાદાર છાયાવાળી હતી.
શીષ શિખર ઉપરના કબરીવનની વનઘટા જેવા જવાનું બુધ અને મંદ રાજકુમારને મન થયું. બંનેએ એ પ્રદેશ તરફ જવા આગેકદમ બઢાવ્યા.
આગળ વધતા લલાટશલની તળેટીમાં આવી પહોંચ્યા. તળેટીમાં એક રમણીય મહાગુફા એમના જોવામાં આવી. મહાશિલાઓના સમુહથી એનું નિર્માણ થયું હતું. ગુફાનું નામ “નાશિકા” તરીકે જગજાહેર હતું.
નાશિકા ગુફા ઘણી મોટી હતી. ગંભીર ઉંડાણ એનું જણાતું હતું. ચારેકોર મહાઅંધકાર વ્યાપ્ત થએલ જણાતે હતે. ગુફાને બીજે છેડો જણાતું ન હતું. આદિભાગ ઉપર દ્વારે હતા, એટલે પ્રારંભ કળી શકાતે પણ અન્ત જાણું શકાતું ન હતું. ગુફાના મધ્યમાં એક શિલા હતી. શિલાના કારણે એના બે વિભાગ થતા. એ વિભાગે બે ઓરડાઓ જેવા જણાતા. ગુફા એક આશ્ચર્યનું સ્થળ હતું.
અને રાજકુમારે નાશિકા ગુફાને આશ્ચર્યાન્વિત નયને નિહાળી રહ્યાં હતાં. કુમારને ઘણુ નવાઈ જેવી આ ગુફા જણાતી હતી. ધારી ધારીને ગુફા જોતાં હતાં ત્યાં એ ગુફા