________________
૩૯૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
બુધ કુમાર અને મંદકુમાર કાકા કાકાના પુત્રો હતા. એ રીતે ભાઈઓ ગણતા. ભાઈના સંબંધને કારણે એમનામાં નિખાલસ મૈત્રી-પ્રેમ થયો. અકૃત્રિમ સનેહ થ એ પણ સાહજિક હતું. બંને ભાઈઓ હળીમળીને રહેતા અને બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા ગયા.* બુધ કુમારના લગ્ન:
વિમલમાનસ” નામનું એક નગર હતું. શ્રી “શુભાભિપ્રાય” રાજાનું રાજ્ય ત્યાં હતું. “ધિષણ” નામની રૂપવતી અને ગુણવતી એમને એક સુપુત્રી હતી.
મદઝર યૌવનમાં જ્યારે ધિષણાએ પ્રવેશ કર્યો, ત્યારે શુભાભિપ્રાય રાજાએ સ્વયંવર રચાવ્યું. એમાં સ્વયંવરા ધિષણા મનગમતા બુધકુમારને વરી. રાજાએ રાજકીય પદ્ધતિથી એમને ભવ્ય લગ્નોત્સવ કરાવ્યું. - સ્વયંવરા વિષણું અને બુદ્ધિધન બુધ કુમારને સંસાર સુખે ભેગવતાં એક પુત્રરત્ન થયે. ગુણમંદિર પુત્રનું “વિચારકુમાર નામ સ્થાપવામાં આવ્યું. દ્માણ અને ભુજંગતા : - એક વખતે બુધકુમાર અને મંદકુમાર પિતાના ઉદ્યાનમાં
*સૂરિજીની આત્મકથા આંતરપાત્રો સાથે સંબંધ રાખે છે. આ કથામાં આવતા પાત્રોના નામો બુદ્ધિથી વિચારી લેવા જેવા છે. માનસશાસ્ત્રના નિયમ પ્રમાણેની ઉત્ક્રાંતિ અને અવક્રાંતિને ચિતાર આમાં રજુ થાય છે. કાર્યકારણું ભાને સંબંધ પણ પાત્રોમાં છે. બુદ્ધિની તીક્ષ્ણતાથી વાચક વર્ગ વિચારે એ નમ્ર નિવેદન