________________
૩૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર મારા ઉપદેશથી તમને સૌને બંધ થયો હય, તમને પણ સંસાર ઉપરથી વિરક્તભાવ થયો હય, એના પરિત્યાગની ભાવના ઉત્કટ બની હેય, તે તમે સૌ ભવસન્તાનને વેરવિખેર કરી નાખવામાં મહાસમર્થ પરમપાવની દીક્ષાને સ્વીકાર કરે.
ધવલરાજ–ભને ! આપે જે આજ્ઞા ફરમાવી એ અમારા હદયમાં બરાબર સ્થિર બની ગઈ છે. અમને ગમી ગઈ છે. એને અમલ કરવા અમે પૂર્ણ ઉત્સુક છીએ.
આપે અમારા બધા માટે ઘણે પરિશ્રમ કર્યો. ઘણા મે અમને આપના ઉપદેશની અસર થઈ પરન્તુ આપને ક્યા કૃપાળુ ગુરૂદેવે બંધ આપ્યો? કઈ પદ્ધતિથી બેધ આપે? શા સારૂ બંધ આપ્યો? કયે સ્થળે બેધ આપે? આ વાત આપ અમને જણાવશે, તે અમારા ચિત્તને પરમ શાંતિ થશે.
ગુરૂદેવ–નરેન્દ્ર! સાધુ પુરૂષે આત્મપ્રશંસા અને પરનિંદા કદી કરતાં નથી. હું જે મારા જીવનનું વૃત્તાન્ત જણાવું તે એમાં આત્મપ્રશંસા અને પરનિંદા આવે તેમ છે. એ છતાં આપને આગ્રહ છે અને જણાવવાથી આપને લાભ થશે, એવું માની મારા બેધનું કારણ વિગેરે આપને જણાવું છું. આપ સાવધાનમના બની સાંભળો.