________________
૩૮૨
ઉપમિતિ કથા સદ્ધાર
મળતી હતી. ત્યાંના લેકે ઉપર શિવનિકેતના સ્વામી તરીકેની છાયા પડતી હતી. રત્નપૂર્ણ દેવમંદિરના સ્વામી છે, એવી છાપના કારણે ભિક્ષા મળતી હતી. અહીં પણ ગૂંડાઓને ત્રાસ સારા પ્રમાણમાં હતું. છેવટે એક દિવસે તામ્રપાત્ર પણ તૂટી ગયું અને એ શેરી બહાર આવ્યું. ધૂર્તનાયકે એક ચકચકિત રીપ્યપાત્ર એના કરકમલમાં નમ્રતાથી મૂકયું.
ઉત્કૃષ્ટતર નામની ચેથી શેરી ઘણી દિલાવર હતી. રજતપાત્ર હાથમાં લઈ બઠર આ શેરીમાં ભિક્ષા કાજે આવી પહોંચે. ધૂર્તો સાથે હતા.
પરતુ વિશિષ્ટ અને મહાધ્ય રત્નના ભંડારને આ મહાનાયક છે, એવી છાપ આ શેરીમાં બેઠરની હતી. એ ઉત્તમ યશ પ્રભાના પ્રભાવે ઘરેઘરથી સારા પ્રમાણમાં ઉત્તમ ભિક્ષાઓ પ્રાપ્ત થતી હતી. ભિક્ષાને ઉત્કૃષ્ટતમ શેરીમાં દુષ્કાળ ન હતે.
આ પ્રમાણે ધૂર્તરાજે બટરગુરુને ફરી ફરી ચારે શેરીઓમાં રખડાવતા અને ભિક્ષા મંગાવતા. ગુંડાઓને ત્રાસ મુંગે મેઢે સહન કરવાનું રહેતું. આ કાર્યક્રમને અમલ ઘણા સમય સુધી અવિરત ચાલુ રહ્યો.
અનેક વિડંબનાઓની વચ્ચે પણ બઠરને દુઃખ જણાતું ન હતું. મહામુશિબતે ભિક્ષા મળતી હતી છતાં એ પિતાને ઘણે શાણે અને સુખી માનતે હતે. આ હતી ભેળા બઠરની મૂર્ખતાની પરાકાષ્ઠા.
પિતાને ધૂતનારા ધૂતારાઓને હજુ એ પ્રિય મિત્રે જ