________________
અડરગુરુ
૩૮૩
માનતે હતે. રત્નભરપૂર શિવનિકેતનની સાહ્યબી પડાવી લેવામાં આવી, ભક્તવર્ગથી બહિષ્કાર કરાવ્યો અને પોતાના કુટુંબથી વિગ કરાવ્યો છતાં પોતાની કરુણ દશાને વિચાર એને જરાય સ્પર્શતું નથી. પિતે દુઃખરૂપ સમુદ્રમાં ફેંકાઈ ગયે એને હજુએ ખ્યાલ આવતું નથી.
હે રાજેશ્વર ! બઠરગુરુનું આ દષ્ટાન્ત છે, સંસારીજી પણ બઠરગુરુ જેવા બધિર છે. પરમાર્થને જાણતા નથી તેમ જાણવાની ઈચ્છા પણ રાખતા નથી. તરવતઃ સંસારસંગી આત્માઓ અને બઠરગુરુ એ બન્ને સમાન વ્યક્તિઓ છે.
કથા ઉપનય :
મહારાજા શ્રી ધવળે પ્રશ્ન કર્યો, ગુરૂદેવ ! સંસારીજી બઠરગુરુ જેવા કઈ રીતે ? જગતના છ મૂખ અને અણુસમજુ છે? કઈ રીતે આપની વાત સત્ય માનવી?
મુનીશ્વરે જણાવ્યું, ક્ષમાપતિ! એ કથાના ભાવને જણાવું છું. આપને એથી સંસારીજીની મૂર્ખતાને ખ્યાલ આવી જશે. કથાને ભાવ આપ લક્ષપૂર્વક સાંભળશો.
ભવ નામનું ગામ બતાવવામાં આવ્યું તે અતિ વિશાળ સંસારનું પ્રતિરૂપક છે. અર્થાત્ ભવ એટલે સંસાર.
આ સંસારમાં રહેતા જીવેનું મૂળ શુદ્ધ સ્વરૂપ એને જ શિવનિકેતન જાણવું. સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે અનેક રસ્તેથી આત્મા પૂર્ણ છે. એ રત્નની સુરક્ષા કરે તે આત્મા અતુલ અને અમેય આનંદને વરે.