________________
બટરગુરુ
ઉ૮૭
ધવલરાજ–ભગવન ! એણે કઈ રીતે રાહ બદલ્યું અને સુખી બન્યો ? કૃપા કરી અમને જણાવે. અમે પણ એ માટે સસ્પ્રયત્ન કરી શકીએ.
ગુરુદેવ–મહાનુભાવ! સાંભળે. બઠરગુરુ ધૂત તકોની અનેક વિડંબનાઓ સહન કરતે હતે. આવી કરૂણા ઉત્પન્ન કરાવનારી પરિસ્થિતિ જોઈ એક માહેશ્વરના હદયમાં દયાના અંકુરા ઉગી નિકળ્યાં. એને થયું કે આ વૈભવશાળી શિવનિકેતનને સ્વામી દુઃખથી રીબાય એ સારું નહિ.
એ કરૂણાશીલ માહેશ્વર મહાદ્ય પાસે ગયો અને પૂછ્યું કે બઠરગુરુના રોગના નિવારણને શું ઉપાય છે? એ માટે કયા ઔષધે અને ઉપકરણે જોઈએ?
મહાવે રોગ નિવારણના ઉપાયો બતાવ્યા અને ઉપકરણે આપ્યા, એટલે કરૂણાશીલ માહેશ્વર બઠરગુરુ પાસે આવી પહોંચે. બટરગુરુમાંથી સારગુરુ:
માહેશ્વર શિવનિકેતનમાં મેલડી રાત્રે આવ્યા. અહીં ધૂતસમ્રાટ બઠરગુરુને નચાવી નચાવી થાકી ગએલા એટલે એ બધા ઘસઘસાટ ઉંઘી ગયા. અંધારૂ બધે વ્યાપક હતું. માટેશ્વરે શિવનિકેતનમાં રહેલાં દીપકની જ્યોત પ્રગટાવી. દીપકની તિમાં બઠરગુરુ એના જેવામાં આવ્યો.
બઠરને અતિ શ્રમના કારણે સખ્ત તૃષા લાગી હતી. માહે શ્વર એના જેવામાં આવ્યું. બઠરે માહેશ્વરને કહ્યું, ભાઈ ! મને ખૂબ તૃષા લાગી છે. થોડું શીતળ જળપાન કરાવી તે.