________________
વિમળને વિરાગ
૩૬૫ રાજપરિવારે જે. સૌના આશ્ચર્યને પાર ન રહ્યો. રાજસેવકેના વચનમાં જરાય અતિશયોક્તિ ન જણાઈ
વિમળની કલ્પના :
દારિદ્રતાની મૂર્તિને જોતાં જ વિમળ આનંદિત થઈ ગયો. એને મનમાં થયું, એહ ! આ તે ભગવાન શ્રી બુધસૂરીશ્વરજી પધાર્યા છે. અરે ! આ આચાર્ય દેવની વિઝિયશક્તિ કેવી વિશિષ્ટ છે? સ્વાર્થથી નિરપેક્ષપણું કેવું ઉમદા છે? સર્વ જીવન હિતની ભાવના કેવી પાંગરેલી છે?
મહાત્માઓને પોપકાર કરે એજ એમને પિતાને સ્વાર્થ છે. શીતળગુણ ચંદન વૃક્ષે પિતાની શીતળતા માટે વૃદ્ધિ પામતા નથી, પણ પરાયા કાજે વનમાં ઉગતા હોય છે.
માત-તાતના પ્રતિબંધના ઉપાય માટે શ્રી રત્નસૂડ દ્વારા મને આ મહાત્માએ કહેવરાવ્યું હતું કે તારે સમય આવે દુઃખથી પીડાતા પ્રાણીઓની શોધ કરાવવી. હું વૈક્રિયલધિથી રૂપાન્તર કરી તારા બધુજનેને પ્રતિબંધ કરવા આવીશ. .
તું એ વખતે મને એળખી લે છતાં પણ વંદનાદિ ન કરીશ. પ્રતિબોધનું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અજ્ઞાતની જેમ વર્તવું જોઈએ. નહિ તે કાર્યસિદ્ધિમાં વિશ્ન આવે કાં વિલંબ થાય.
વિચારપૂર્વક વિમળ ગુરૂદેવને મને મન ભાવથી નમસ્કાર કર્યા અને ગુરૂદેવે પણ વિમળને મનથી જ સર્વસિદ્ધિ પ્રદાયક “ધર્મલાભ” આશીર્વાદ આપ્યો.