________________
૩૭૪
ઉપમિતિ કથા સોદ્ધાર
હોય, છતાં જ્ઞાનચક્ષુ એમના સદા સુવિકસ્વર હોય છે અને એથી વાસ્તવિકતાઓને જોઈ શકતા હોય છે. આથી મુનિવરો સુનયનઘર ગણાય, નહિ કે વિકલાક્ષ. - ૧૧ નિદ્રા: સંસારવાસી જીવે જાગૃત જણાતા હોય છતાં પ્રમાદરૂપ, ગાઢ નિદ્રાથી એ ઉંઘતા જ ગણાય. જ્ઞાની પુરૂષે આવાઓને જાગતાં છતાં ઘેરતા ગણાવે છે. - સાધુભગવંતે કેઈકવાર નિદ્રાને આશ્રય લેતા હોય છે પણ પ્રમાદશીલ એ હોતા નથી. એમનું અત્તર સદા જાગ્રત હોય છે. એમાં સુતા છતાં તત્ત્વતઃ આન્તર જાગરુક ગણાય. ( ૧૨ લેણુદારો : સંસારવાસીઓ બાહ્ય ઋણથી મુક્ત હશે, માથે દેવાદારપણું નહિ હોય, પણ આઠ કમરૂપ લેણદાનું ઋણ એમના લલાટે લખાએલું જ હોય છે. વસ્તુતઃ ઋણની પીડા એમને આકુળવ્યાકુળ કરતી હોય છે. - જો કે સુનિમહાત્માઓને પણ આ આઠ કમલેણદારે હોય છે, છતાં એઓ તરફથી મુનિઓને કનડગત હતી નથી. એમનું દેવું લગભગ ભરપાઈ કરી દીધાં જેવું હોય છે. એટલે ત્રણની પીડા મુનિમહાત્માઓને હેતી નથી. | ૧૩ પરતંત્રતાઃ તત્ત્વજ્ઞાની પુત્ર, મિત્ર, પત્ની, ધન, વિભવ વિગેરે પદાર્થોને આત્માથી અત્યન્ત ભિન્ન વસ્તુઓમાં ગણે છે. આત્માને એ પદાર્થોથી કશો સંબંધ નથી, એવું માને છે. છતાં સંસારી આત્માએ પિતાના મનથી પિતાને સ્વતંત્ર માને છે અને પુત્ર, પત્ની, ઘન વિગેરેની એવી ગુલામગીરી