________________
૩૭૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
મેં તમારા ઉપર કર્યું છે. બાહ્યથી એ દેશે મુનિએમાં જણાતા હોય છે, પણ વસ્તુસ્થિતિના ઉંડાણમાં જતાં એ દેશે સંસારીઓમાં જ હોય છે, નહિ કે મુનિવરમાં. મેં જે આપ મુક તે યથાર્થ છે ને?
હે અવનીપતિ! સર્વ સાંસારીક ચિંતાઓથી મુક્ત બનેલા મુનિઓને વાસ્તવિક જે આંતર સુખ હોય તે સુખ બીજાઓને કયાંથી સંભવે ? મુનિએ જ સુખી છે. બીજા તે દુઃખથી રિબાતા હોય છે. " સંસારીઓને વિષયભેગોનું સુખ હોય છે, પણ તે કેવું હોય છે? વિષયસુખ જરૂર નષ્ટ થવાના, અલ્પ સમય કા૫નિક શાંતિ આપનારા, પરિણામે મહાકટુ દુઃખ ઉભું કરી જનારા હોય છે. એ વિષય સુખમાં છુપી ભીષણતા અને ભયંકરતાં રહેલી હોય છે. એટલે વિષયસુખે એ પણ તત્વથી દુખે જ છે.
પરંતુ અજ્ઞાની આ આત્માઓ પિતાની ખરી સ્થિતિ જાણતાં નથી અને બીચારા પામરે સ્વેચ્છા પૂર્વક આનંદથી મારે ઉપહાસ કરી રહ્યાં છે. જો કે આ લોકોને દેષ નથી. દેષ મહને છે. આ આત્માએ મેહાધીન બની ગયા છે, તેથી બારગુરૂની જેમ ખરું તત્વ મેળવી શકતા નથી. * મહારાજા શ્રી ઘવળે પ્રશ્ન કર્યો, ગુરૂદેવ ! એ બઠરગુરૂ કોણ છે? એઓ તત્વ કેમ ન મેળવી શકયા? આપ એ દિશાન્ત જણાવે.