________________
પ્રકરણ પાંચમું
અઠગુજ.
આ ધરાતળ ઉપર “ભાવ” નામનું એક વિશાળ ગામ આવેલું હતું. એ ગામમાં “તસ્વરૂપ” નામનું સુંદર શિવનિકેતન આવેલું હતું. એમાં અનેકવિધ રત્ન અને સુવર્ણાદિ ઉત્તમ દ્રવ્યો ભરપૂર ભર્યા હતા. કેઈ સાધનની કમીના એમાં ન હતી.
આ શિવનિકેતનમાં “સારગુરુ” નામને શિવભક્તોને ધર્માચાર્ય વસતે હતે. એનું કુટુંબ પણ સાથે જ રહેતું હતું. પરતુ શિવાચાર્ય પાગલ જે વ્યક્તિ હતે. પાગલ હોવાના કારણે એ પ્રેમાળ અને હિતસ્વી કુટુંબની ચિંતા કરતો ન હતે. એને યોગક્ષેમને પ્રયત્ન કરતે ન હતે.
પિતાના હિતની કાંઈ પડી ન હતી. પિતાના શિવનિકેતનની સમૃદ્ધિનું એને જરાય ભાન ન હતું. પોતાના પરિવારના લેકેની સંખ્યા અને સમૃદ્ધિની ગણનાનું પણ એને ભાન ન હતું. આવી હતી શિવાચાર્યની મૂર્ખતા.
ભવગામની સેનેરી ટળકીને લૂંટારૂ સભ્યને શિવાચાર્યની મૂર્ખતાને પૂરે ખ્યાલ આવી ગયે. અવસરે લૂંટી લેવાને નિર્ણય કરી એની સાથે મૈત્રી કરી. મૈત્રીના લેબાશમાં અંદર ધૂર્તતા ધબકતી હતી.