________________
વિમળને વિરાગ
૩૭૫ બજાવે છે કે જેની કઈ સીમા નહિ. પરાધીનતાને અને કષ્ટોને સુમાર નહિ. ખરા પરાધીન તે સંસારી જીવે છે.
મુનિવરેએ સંસારના સુંવાળા બંધને તજી ગૃહવાસને સ્વેચ્છાએ ત્યાગ કરી ગુરૂદેવની પરતંત્રતાને સ્વીકાર કર્યો છે. તત્ત્વદષ્ટિથી મુનિવરે સ્વતંત્ર છે. બન્ધનથી મુક્તિ મેળવી ચૂકેલા છે.
૧૪ દરિદ્રતા : સંસારવાસીઓ પાસે ભલે સુવર્ણરજતના વિશાળ ઢગલા હોય કે મણિ માણેકના ખડકે ખડકાએલા હેય છતાં એ સંપત્તિથી ધનવાનું ન ગણાય. તત્ત્વતઃ એ ભીખારી-દરિદ્રી છે. સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર એજ ભાવન છે. ભાવધન વિહૂણું હોવાથી સંસારીએ દરિદ્રી ગણાય.
મુનીશ્વર પાસે બાહ્યા સંપત્તિ કાંઈ ન હોય માત્ર જુના અને જાડા વસ્ત્ર અંગ ઉપર હોય છતાં એમની પાસે સમ્યગ્ર દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રય હોવાથી ખરા શ્રીમત્તે મુનીશ્વરે જ છે. - હે રાજન ! આ પ્રમાણે વિરૂપતા, દુર્ભાગતા, અસુંદરતા વિગેરે દુર્ગણે પણ પાપકર્મમાં રક્ત રહેનારા સંસારવાસી જીમાં જ ઘટતા હોય છે. આ વાત આન્તર સાથે સંબંધિત છે.
મુનિવરોમાં દેષની નાની કણ પણ હોતી નથી. એએ સત્કર્મો દ્વારા પોતાના જીવનનું સત્ય સાફલ્ય કરતા હોય છે. એમના રાત અને દિવસ સફળતાને પામતા હોય છે.
આ રીતે શ્યામતા, ક્ષુધા તૃષ્ણા વિગેરે દેનું આજે પણ