________________
વિમળનો વિરાગ
૩૭૧
તૃષ્ણાને વધુ ઉમેરે થાય છે અને કંઠશેષ ઉભું થાય છે એ ખરી પિપાસા ગણાય. સંસારીઓ ભલેને સ્વાદુ અને શીતળ જળપાન કરતા હોય પણ તત્ત્વતઃ એ ભગતૃષ્ણાથી સદા તૃષિત જ હોય છે,
| નિગ્રંથ મુનિએ બાહ્ય નજરે ભલે તરસ્યા જણાતા હોય પણ ભેગપિપાસા એમની પૂર્ણવિરામ પામી હોવાથી વસ્તુતઃ તૃષિત ન ગણાય પણ વીતતૃષ્ણ ગણાય.
૪ માગશ્રમ : જે સંસારમાર્ગની આદિ નથી તેમ અન્ત નથી. દુઃખરૂપી ધૂળથી પરિપૂર્ણ ભરેલ છે. વિષયરૂપી ચેથી વધુ ભયાનક બનેલા છે. આ માર્ગને સમય સંસારમાર્ગ કહે છે. બાહ્ય નજરે સુંદર મહેલાતેમાં મહાલતા જણાતા સંસારસ્થ આત્માઓ સદા અવિરત આ માર્ગની મુસાફરી કરતા હોય છે અને ભાવથી એ જ લકે માર્ગશ્રમના શ્રમથી શ્રમિત બનેલા ગણાય.
પરતુ ઋષિવરે બાહ્ય માર્ગના પરિભ્રમણથી થાકી ગએલા. જણાતા હોય, એમનું શરીર પડું પડું થઈ રહ્યું હોય છતાં એ “વિવેકગિરિવર” ઉપર આવેલા “જૈનનગર” ના “ચિત્તસમાધાન” નામના હિમગૃહ સમા વરમંડપમાં આરામથી બેઠેલા હોય છે. એ આંતરથી અખેદી હોય છે.
૫ કેતઃ સમ્યક્ત્વ એ આત્માનું રૂપસૌદર્ય છે, એ રૂપસૌંદર્યને દૂષિત કરનાર અને સર્વ દુઃખનું મહાકારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ જ ભાવકેઢ રોગ છે. આ જીવે ભલે રૂપે રંગે રૂડાં રૂપાળાં દેખાતાં હોય પણ એમનામાં મિથ્યાત્વનું