________________
૩૭૦
ઉપમિતિ કથા સારોદ્ધાર શ્યામતા, કેઢ, વૃદ્ધત્વ, પાગલતા વિગેરે દેશે મારા એ કુરૂપરૂપમાં હતાં, છતાં તમારા ઉપર મેં દેષારેપણુ સહેતુક કર્યું છે. એનું કારણ આપને જણાવું છું તે સાંભળે.
સ્પષ્ટીકરણ :
૧ શ્યામતા : સંસારવતી આત્માઓ સુવર્ણવર્ણ રૂડા રૂપાળાં ભલે જણાતા હેય પણ એમનું અન્તઃકરણ પાપથી ખદબદી રહ્યું હોય છે, વિષયવિકારોની કાલિમાથી ઉભરાતું હોય છે. એટલે તાત્વિકદષ્ટિએ વિચાર કરતાં એજ શ્યામરંગા ગણાય.
મુનિવરેના દેહ ભલે શ્યામ અને કપા દેખાતા હોય છતાં એએના અન્તઃકરણ સફટિક સમા નિર્મળાં હોય છે. એટલે વની દષ્ટિએ મુનિવરે જ શુદ્ધ સુવર્ણરેખા જેવા સહામણું છે.
૨ ક્ષુધા : ભાગ્યાનુસાર મેળવેલા વિષયના સાધને અને લક્ષમીમાં જેને સંતોષ નથી, વધુને વધુ મેળવવા ઝંખના રાખતા હોય એવા જીને ભૂખડી બારસ તત્ત્વદષ્ટિએ કહેવાય. આવી સુધાથી પીડાતા લકે જ સુધા પીડિત ગણાય. ભલેને એમના પેટ ખૂબ મોટા કાં ન દેખાતાં હેય?
બાહ્ય ક્ષુધા ભલે સતાવતી હોય અને એના કારણે પિટ પાતાળે ગયું હોય છતાં આંતરક્ષુધા જેઓની શાંત બની ગઈ છે. શરીર દુર્બલ છતાં મન નિર્મળ છે એવા મુનિવરે પરમ તૃપ્ત ગણાય.
૩ તૃષા : મળેલા ભેગને આસક્તિ પૂર્વક ભેગવવા છતાં જેની જોગતૃષ્ણા છીપાતી નથી. અરે! ભેગોને ભેગવતા