________________
વિમળને વિરાગ
(
જણાતે. સૂર્યના કરતાં વધુ તેજસ્વી જણાતા હતા. નયનેને આનંદ આપનારા ચંદ્ર સમા શીતળ હતા. ગુણગણથી વિભૂષિત જણાતા હતા.
આશ્ચર્યકારક મુનીશ્વરને જોઈ રાજાના નયને અનિમેષ બની ગયા. સૌને થયું કે આ શું બન્યું ? અવનીપતિએ બે કરકમલો લલાટે લગાવી વિનંતિ પૂર્વક પૂછ્યું, આપ કોણ છે? કૃપા કરી અમને નાથ ! આપનું દિવ્યસ્વરૂપ સમજાવે. " મુનીશ્વરે કહ્યું, રાજન! હું દેવ નથી, તેમ દૈત્ય પણ નથી. હું એક સાધુ છું. આપ મારા વેષથી પણ અનુમાન કરી શકો છે કે આ એક સાધુ છે. - રાજાએ કહ્યું, ભગવન ! જે આપ કહે તેમજ હોય તે પહેલાં આપનું સ્વરૂપ કેવું હતું અને હાલમાં આપનું સ્વરૂપ કેવું છે ? શ્યામતા, કોઢ, વૃદ્ધત્વ, પાગલતા વિગેરે દેવે એ અવસરે આપમાં જણાતા હતાં, છતાં આપે અમારામાં એ દેને આરોપ મુક્યો એનું શું કારણ? અમને આપ સવિસ્તર સમજા. .
ભૂપાલ! સંસારીજીને એમની વાસ્તવિક દશાને ખ્યાલ આપવા બિભત્સ વક્રિય રૂ૫ બનાવ્યું હતું. મારે એ વિરૂપ દ્વારા એક દષ્ટાન્ત ૨જુ કરવું હતું. આ સંસારવતી આત્માઓ વિકૃત સ્વરૂપવાળા જ છે, છતાં એ પામરો પિતાના મૂળસ્વરૂપને જાણી શકતા નથી.
અન્નપ્રાણીઓને સર્વાનુરૂપ દાણાન્ત પૂરું પાડે એવું મેં મારું વિક્રિયરૂપ બનાવેલું. એ દ્વારા મારે બધ આપવાને હતે: ૨૪