________________
૩૬૪
ઉપમિતિ કથા સારાદ્વાર
સ્થિતિ કેવી છે ? કેવા પાપાય છે? કેવી મુશ્કેલીઓ વચ્ચે એ જીવન પસાર કરી રહ્યો છે ? એકતા પરતત્ર છે અને ઉંપરથી ક્રૂર લેણદારાની હેરાનગતિ, વળી લેણદારાનું દેવું ચૂકવી મુક્ત થવાની મૃગજળ જેવી મહેચ્છા. આનાથી અધિકા દુઃખી કાઇ હશે?
દુ:ખીશિશમણિને રાજાશ્રીના ચરણે લઈ જઈએ, એવા વિચાર કરી અમે એ દુ:ખમૂર્તિને કહ્યું, ભદ્ર! તું ઉભા થા, અમારી સાથે રાજમદિરે ચાલ. અબઘડી જ તને તારી દરિદ્વા અવસ્થા અને દુઃખ પર પરાથી મુક્ત કરાવીએ. તું આગળ થા.
પરન્તુ એ દરિદ્રીએ ધૃષ્ટતા ભર્યાં ઉત્તર આપ્યા. અરે ! તમે મને સુખી કરનારા અને દુઃખથી મુક્તિ અપાવનારા ક્રાણુ છે ? તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. તમે મને શું મુકાવવાના હતા ? એમ બેલી ચાલવા માટે કદમ બઢાવ્યું.
અમને થયું કે આ પાપાત્મા પાગલ લાગે છે, છતાં પણ રાજાનાના અમલ અમારે કરવા જોઇએ. રાજાજીની સન્મુખ હાજર કરવા જોઇએ, એમ વિચારી મળજખરીથી પકડી અહીં ખેંચી લાવ્યા છીએ. હવે આપને જે ચાગ્ય લાગે તે કરી શકે છે.
મહારાજા શ્રી ધવળને અનુચરાની વાત સાંભળી ખૂમ આશ્ચય થયું. દરિદ્રીને જોવાની તમન્ના જાગી. રાજાએ આજ્ઞા કરી, એ દરિદ્રીને પડદા બહાર કરો. મારે પણ એનું સ્વરૂપ જોવું છે.
રાજઆજ્ઞા થતાં જ પડદા ઉચકી લેવામાં આવ્યા. રાજસેવકાએ જેવું વર્ણન કરેલું એવા જ દરિદ્રી રાજાએ અને