________________
વિમળના વિરાગ
૩૬૩
ભરડા લઈ શરીરને નિસ્તેજ અને નિસત્ત્વ બનાવી દીધું હતું. દેખાવ વિકરાળ અને બિહામણેા હતેા. શ્રમ, અતિશ્વાસ અને અસહ્ય પિપાસાથી એનું મુખ ખૂબજ લેવાઈ ગયું હતું.
ગલિતકુષ્ટ રાગના લીધે એના કાન, નાક, હેાઠ અને હાથપગના આંગળા ગળી રહ્યા હતા. માથે લેાચ સુંડા કરાવેલ હતા. ખભા ઉપર ગરમ ધાબળા ધર્યાં હતા. એના વચ્ચે મેલા અને જુના હતા. હાથમાં દંડ અને તુંબડુ હતું. મગલમાં ઉનની દેરીને વણેલા ગુચ્છક હતા.
સર્વ દુ:ખાનું એ નિધાન અને દરિદ્રતાનું વાસભુવન હતા પ્રત્યક્ષ નારક જણાતા હતા. આનાથી વધુ દુ:ખી કાણુ હોઇ શકે ? અમને એના ઉપર ઘૃણા ઉપજતી હતી અને કરુણુા પણ આવતી હતી.
અમે પૂછ્યું, એ ભદ્રે ! ભેંકાર વનમાં અને ભીષણ તાપમાં તું અડવાણા અને એકલવાયા કાં રખડે છે ?
દરિદ્રીએ કહ્યું, હું સ્વતંત્ર નથી પણ પરતંત્ર છું. ગુરૂદેવની આજ્ઞા હોવાથી આ રીતે સદા પરિભ્રમણ કરૂં છું.
અમે પુનઃ પ્રશ્ન કર્યાં, તું ગુરૂની આજ્ઞાના કારણે આમ રખડે છે, તેા એ ગુરૂ તારા ઉપર શું ઉપકાર કરશે ?
ભાઈએ ! મારા માથે આઠ લેણદારા છે. યમરાજ જેવા અતિ ક્રૂર અને અધમ છે. એ ખળવાન લેશુદારાથી મને ગુરૂદેવ છેાડાવશે એમ દરિદ્રીએ ઉત્તર આપ્યા.
અમને સૌને વિચાર આવ્યા કે બિચારા આ રાંકની