________________
૩૫૬
ઉપમિતિ કથા સારાદ્વાર
જ પડે છે. પરન્તુ એ પણ સાનાની એડી જેવું અને ત્યાજ્ય છે. એમાં આનદ પામવા જેવું નથી. પુણ્યાનુમન્ત્રી પુણ્ય પણ દીક્ષામાં વિઘ્ન ઉભું કરે છે.
હું આવી વિચારણામાં મશગૂલ હતા અને રાહિણી વિગેરે દેવીએએ ક્ષણવારમાં મારા શરીરમાં પ્રવેશ કરી લીધા. એએ મને સ્વતઃ સિદ્ધ થઈ.
વિદ્યાદેવીઓના શરીર પ્રવેશ પછી બધા વિદ્યાધરો મળ્યા અને તેઓએ વિદ્યાધર ચક્રવર્તી તરીકેના માશ અભિષેક કર્યાં. અભિષેકના મહાત્સવ આકર્ષક અને વિશાળ ઉજવ વામાં આવ્યા.
ભદ્ર વિમળ ! ત્યાર પછી નવા રાજ્યને ઉચિત પ્રધાન મ`ડળની રચના, સામન્તવની ગોઠવણ, રાજપુરૂષાની નીમણુંક, સૈન્યની સેવાના કાર્યક્રમ, નગરજનાને સંતાષ વિગેરે કાર્યામાં કેટલાક દિવસે 'પસાર થઈ ગયા.
સૂરિજીના સ‘દેશે :
નૂતન રાજ્યની વ્યવસ્થામાંથી નિવૃત્તિ મળતા તારા આદેશ મને યાદ આવ્યા, મે' એ મહાત્માની શેાધ કરી. શેાધ કરતાં કરતાં એક નગરમાં એમના પવિત્ર દર્શન થયાં.
મેં પૂજ્યશ્રીને વંદનાદિ કર્યો અને તારી દીક્ષાની ભાવના તેમજ સર્વસ્વજન વર્ગને પ્રતિમાધ આપી દીક્ષા માગે લાવવાની ભાવના જણાવી. મારી વિનતિ સાંભળી પૂજ્યશ્રીએ કહ્યું કે તમે વિમળકુમાર પાસે જાઓ ત્યારે મારી આ સદેશેા જણાવશે,