________________
વિમળને વિકાસ
૩પ૭
“થોડા સમય પછી હું અમુક રીતે આવીશ. વિમળકુમારના સ્વજનેને પ્રતિબોધ કરવાને ઉપાય આમાં જ સમાએલે છે.”
હે અગહીતસંકેતા! રત્નચૂડે આ સંદેશે વિમળના કાનની નજીકમાં જઈ અને ધીમેથી કહ્યો તેથી મારા સાંભળવામાં આવ્યો નહિ.
વિમળે રત્નચૂડને કહ્યું, ભાઈ રત્નચૂડ! તમે ઘણું સારું કર્યું.
વિદ્યાધર ચક્રવર્તી રત્નચૂડ બે ત્રણ દિવસ રહા અને પછી વિમળની રજા લઈ પિતાના નગરે ગયા.