________________
વિમળનો વિકાસ
૩૪
કપટભર્યું વર્તન દાખવ્યું છે. વિમળના સદ્ભાવને અને લાગણીને એણે કશો વિચાર ના કર્યો અને છેતર્યો.
આ નરાધમે વિમળનું રત્ન ચેરી લીધું અને તે સ્થળે પત્થર મૂકો. ઉપરથી આખી બનાવટી વાર્તા ઉભી કરી નાખી. વિદ્યાધરીઓની વાત જોડી કાઢી. કેઈ ઉપાડી ગયું ન હતું. એણે બીજે સ્થળે દાટયું પણ વિમળ વનમાં ગમે ત્યારે ચોરી કરવા જતાં આ રત્નનું સ્થળ ભૂલી ગયો હતો. ગોળ પત્થર લઈ અઠાવીશ જન નાશી ગયો.
વનદેવીએ જ્યાં રત્ન સંતાડયું હતું તે ભૂમિ બતાવી દીધી અને કહ્યું કે આ નરપિશાચને હું હમણાં ને હમણાં પૂરે કરી નાખું.
વિમળકુમારે વનદેવીને સ્તુતિ કરી અને આગ્રહપૂર્વક કહ્યું હે દેવી! આપ કૃપા કરે. વામદેવને ન મારશે. નહિ તે મને ઘણું દુઃખ થશે.
વિમળની પ્રાર્થનાથી વનદેવીએ મને માફ કર્યો. પરન્તુ નગરજનેએ મારા ઉપર ફિટકાર વરસાવ્યું. સ્વજનેએ તિરસ્કાર કરી ઘર બહાર કાઢી મૂકો. નગરમાં હું તણખલા કરતાં પણ હલકો થઈ પડ્યો. મારા નામ ઉપર લોક નાક મરડતા અને ઘૂંકતા હતા.
આવી પરિસ્થિતિમાં પણ વિમળ મારી સાથે પૂર્વવત્ રહેવા લાગ્યા, નેહ જરાય એ છે ન કર્યો. ન ધૂત્કા, ન કટુવેણ કહ્યાં. “મહાપુરૂષે સ્વીકાર કરેલી વાતને મિથ્યા કરતાં નથી.” એણે મારી મિત્રતા ન તજી. મેટાની મહત્તાના