________________
૩૪૮
ઉપમિતિ કથા સારિદ્વાર
મારી વ્યથા વધતી હતી.
વિમળને સર્વ દેષવિનાશક સુમેચક રત્ન યાદ આવી ગયું. ઝડપભેર વનમાં ગયે અને જે સ્થળે રત્ન દાટયું હતું એ પ્રદેશ બેદી કાઢ્યો. પરંતુ રત્ન હાથ ન લાગ્યું.
રત્નને પત્તો ન લાગવાથી વિમળને મારી ચિંતા થઈ. રત્ન વિના મિત્રની પીડા કેમ શમશે? ક ઉપાય લે? એ કિર્તવ્યમૂઢ બની ગયે. ઉદાસ ચહેરે મારી પાસે આવ્યા. મારા દુઃખથી એ પણ દુઃખી લાગે. એ મહાનુભાવને રન ગયાની જરાય ચિંતા નથી પણ મારું દુઃખ એને દુ:ખી બનાવી રહ્યું હતું. વનદેવતાને ચમત્કાર :
એ જ વખતે એક વૃદ્ધ નારી અંગ મરડવા લાગી, માથાને એટલે વિખેરી નાખે. બંને હાથ ઉંચા કર્યા, ચીસો પાડવી ચાલુ કરી. માથુ ધૂણાવા લાગી. ત્યાં રહેલાઓને લાગ્યું કે કઈ વ્યંતરદેવને આ વૃદ્ધાના શરીરમાં પ્રવેશ થયે જણાય છે. - રાજાએ અને લેકેએ પૂજા કરી ધૂપ-દીપ ધર્યા અને પૂછ્યુંઃ આપ કેણ છે?
જેનાં ભવાં ચડી ગયા હતા અને નેત્રે લાલ અંગારા જેવા બની ગયા હતા તે વૃદ્ધાના શરીરમાં રહેલી વનદેવતાએ કહ્યું કે હું આ કીડાનંદન વનની અધિષ્ઠાયિકા વનદેવી છું.
વામદેવની શરીર પીડા મેં ઉભી કરી છે. એ મહાપાપી અને બેશરમ છે. કારણ કે એણે સહદયી મિત્ર વિમળની સાથે