________________
૧૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
ચંડકુમારે વેશ્યાના ગૃહમાં પ્રવેશ કર્યો. એની નજરમાં ધ્રુજતે રમણ આવી ગયા એટલે કમરમાંથી તીણ યમછઠ્ઠા જે છરે કાલ્યો. ચળકતે છરો જેઠ રમણના મેતીયા મરી ગયા. મેમાં આંગળા નાખી ચંડના ચરણમાં પડી ગયો.
એ મારા પ્રભુ! રક્ષણ કરે, રક્ષણ કરે” એમ બોલી કરગરવા લાગ્યો. આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. પગ પકડી પ્રાણ રક્ષા માટે કાકલુદી ભરી પ્રાર્થના કરવા લાગ્યા.
આ જોઈ ચંડને દયા આવી. એણે રમણને માર્યો નહિ પણ હવામાં ઠેલતાં સુંદર વાળના ઝૂમખાંઓ કાપી નાખ્યા. બને કાન, નાક કાપી નાખ્યા. ગાલમાંથી માંસને લોન્ચ લઈ લીધે. એક આંખ છરીથી કાઢી લીધી. મોઢામાં શેતાં દાંતે મારીને તેડી પાડ્યા. જમીન ઉપર પછાડી ઘણા જ પાદ પ્રહારો કર્યા. છેવટે મસ્તક ઉપર લાત મારી ઘર બહાર કાઢી મૂકો.
મા મદનમંજરી અને પુત્રી કુંદકલિકા બને ખૂબજ હસતાં હતા અને ચંડના દીલને ખૂશ કરતાં હતાં. ચંડ પણ મધુરાં વચનેથી કુંદકલિકા પ્રતિ વધુ આકર્ષિત બની રહ્યો હતે.
રમણ મહામુશ્કેલીઓ વેશ્યાગૃહ બહાર નિકળે. બહાર આવતા ચંડના સિનિકેએ પણ સારી પેઠે માર્યો. આ રીતે
જ્યાં ત્યાં માર ખાતાં નરક જેવી યાતનાઓ ભેગવી એજ રાત્રે રમણ યમદ્વાર પહોંચી ગયે. - તત્વ વિચારણા:
પ્રકર્ષ–મામા ! આ દશ્ય તે જોતા કમકમાટી ઉપજાવે