________________
નવાહન દીક્ષા
૨૯૭ રાજપુરૂષ મને સૌના ચરણમાં મૂકતે જોઈને મોટેથી ગરબો ગાવા લાગ્યા અને બીજા ઝીલવા લાગ્યા. મોટી તાળી પાડી તાલ જમાવતા જાય અને ઝનુનથી નાચતા જાય. ફરી એ લોકેએ રાસડો આગળ લલકાર્યો.
गुर्वादिष्वपि यः पूर्व, न नतो रिपुदारण: । दासांद्रिष्वपि सोऽद्यैष, नमत्याश्चर्यमीक्ष्यताम् ।।
એ મનુષ્ય ! જુવો, જુવે. આ રિપદારણ અભિમાનથી અક્કડ બનીને વડિલો, ગુરૂઓ, માતા, પિતાદિ વગેરે કઈ પણ આમવર્ગને નમસ્કાર કરતે ન હતો, તે બિચારો આજે દાસના પણ દાસના ચરણોમાં નમી નમી નમસ્કાર કરે છે. આવે ! આ આશ્ચર્ય જોઈ લે. આવું બેલીને રાસડાને તાલ જમાવતા ગયા. મારા મુખમાંથી પણ એ વખતે શબ્દ સરી પડ્યા કે
अलिकभाषिणा गर्वस्तब्धांगेन च यन्मया ॥ વિષે કરાવશા-z-વા-વધવાન્ ા
तस्य पापस्य मे नूनं, फलमेता विडम्बनाः ॥ અસત્ય બોલનારા, મિથ્યાભિમાનને ધરનારા મેં શિલરાજ અને મૃષાવાદની પ્રિય મિત્રતાના કારણે, સજ્જનેની અવજ્ઞા કરી, કળાચાર્યના અપમાને અને તિરસ્કાર કર્યા. મંગળમૂર્તિ માતા અને વહાલમૂર્તિ પ્રિયતમાને વધ કર્યો, તે મારાં પાપના ફળ તરીકે મારી વિડંબના થઈ રહી છે. પાપનું ફળ આ દેખાઈ રહ્યું છે.
ગેશ્વરે મારા પૂર્વવૃત્તાંતને જાણીને ગાનારાઓને પ્રેરણા