________________
ધીમદેવ
૩૩
કહેવાની છે. તમે સાંભળો. જુઓ ! આ મારી બહેન છે. “માયા” એનું નામ છે. એને સ્વભાવ અતિ પ્રેમાળ છે. એના કાર્યોથી જનસમુદાયે ખૂશ થઈને “બહલિકા” નામ પાડયું છે. આ એનું હુલામણું નામ છે.
મારે તમને એટલું જ કહેવાનું કે તમે જે રીતે મારી સાથે મેત્રીભર્યો વ્યવહાર રાખતા હતા, એ જ વ્યવહાર મારી બહેન બહુલિકા સાથે પણ રાખજે. હમણું હું ગુપ્ત રીતે રહીશ. મારે રહેવા માટે હાલ અનુકૂળ સમય નથી.
પરંતુ જ્યાં બહુલિકા રહેતી હોય છે ત્યાં ગુપ્તપણે મારે પણ અહો જામેલો જ હોય છે. જ્યાં હું ત્યાં બહુલિકા અને
જ્યાં બહુલિકા ત્યાં હું. અમે આ નીતિથી અભિન્ન સ્વરૂપ ધરાવનારા છીએ.
પ્રિય વામદેવ ! આ બીજો પુરૂષ તે મારો લઘુ બધુ છે. મહાપરાક્રમી છે. “સ્તેય” એનું નામ છે. તમારી સાથે મિત્રતા કરવા ઝંખના રાખે છે. તમને એની મિત્રતા લાભમાં થશે, એમ માની હું તેમને પણ તમારી મુલાકાત માટે સાથે લઈ આવ્યો. તમે જે રીતે મારી સાથે સનેહાળ વર્તન રાખતા હતા એ રીતે મારા નાના બધુ તેય સાથે પણ કુણું વર્તન રાખશે, એવી નમ્ર આશા રાખું છું.
મેં જણાવ્યું, મિત્ર ! માયા જેમ તારી બહેન છે અને તને જેટલી વહાલી છે, એમ એ મારી પણ બહેન છે અને
૧ બહુલિકા એ માયાને પર્યાયવાચી શબ્દ છે.