________________
રત્નડ
૩૧૯
છે. જ્યાં સુધી આ રત્ન ગ્રહણ નહિ કરે। ત્યાં સુધી મને શાંતિ નહિ થાય. અવશ્ય ગ્રહણ કરવું જોઇશે.
વિમલે કહ્યું, ભાઈ રત્નચૂડ ! આ વિષયમાં તારે મને આગ્રહ કરવા નહિ, મનમાં દુઃખ પણુ લાવવું નહિ. આ રત્ન ભલે તમારી પાસે જ રહ્યું, આ રત્નના હું શું ઉપયાગ કરીશ ? મિત્ર રત્નચૂડ ! તારા જેવા નરરત્નના દર્શન થવા જ અતિ દુષ્કર છે. એવા પુણ્યવર નરરત્નના દર્શન મને થયા છે. આ દર્શનથી મને શું શું નથી મળ્યું ? તારા દનના ચેાગ એટલે વિશ્વના તમામ પદાર્થી મને મળી ચૂકવ્યા છે.
ચૈતમજરી કહેવા લાગી, હે મહાભાગ વિમળ ! આયપુત્રની પ્રાર્થના તમારે માન્ય કરવી જોઇએ. એમની વિનતિના અસ્વીકાર તમારે ન કરવા જોઈએ.
મહાપુરૂષા ચિત્તથી ભલે નિસ્પૃહ હાય તા પણ પ્રેમાળ પુરૂષની પ્રાર્થનાને પાછી ધકેલી શકતા નથી. દાક્ષિણ્યતા ગુણને કારણે સતા ના કહી પ્રાથના ભંગ કરતા નથી.
વિચાર કરીને વિમળ ઉત્તર આપવાની તૈયારી કરે છે, ત્યાં તે રત્નચૂડ વિદ્યાધરે સુમેચક રત્ન વિમળના વસ્ત્રને છેડે આદર પૂર્વક ખાંધી દીધું.
વિમળના વાસ્તવિક પરિચય :
વિમળને મહારત્નની પ્રાપ્તિ થઈ છતાં એ માટેના આનંદ એના મુખ ઉપર ન હતા. રત્ન પ્રતિ જરાય આદર જણાતા ન હતા. સ્પૃહા અને આકાંક્ષાની એક રેખા જણાતી ન હતી. નિસ્પૃહ વ નથી રત્નચૂડને ભારે આશ્ચર્ય થયું.