________________
૩૩૦
ઉપમિતિ કથા સદ્ધાર
*
રત્નસૂડને થયું કે આ કેઈ પુરૂષશ્રેષ્ઠ હે જોઈએ. સામાન્ય માનવીનું મન શ્રેષ્ઠરત્નના લાભમાં આસક્ત અને ઉર્મિશીલ બન્યા વિના ન જ રહે. સર્વ અદભુત ગુણેના સ્થાનભૂત રત્નની પ્રાપ્તિ છતાં કેવી મહા નિસ્પૃહતા?
આ વિમળની સાથે એના મિત્રને પૂછી જોઉં કે આ તારો શ્રેષ્ઠ મિત્ર કેણ છે? ક્યા ઉત્તમ કુળને છે? પૂ૦ પિતાશ્રીનું શું નામ છે? ક્યાંને નિવાસી છે? કયા ધર્મનું પાલન કરે છે?
રચૂડે આવા વિચાર કરી મને એકાંતમાં લઈ ગયા. મારા મિત્ર વિમળના જીવન સંબંધી દરેક પ્રશ્નો પૂછયા. મેં કહ્યું કે, હે મહાભાગ ! આપને હું જણાવું છું શાંતિથી સાંભળે.
વર્ધમાનપુર નામના નગરના અધિપતિ મહારાજા શ્રી ધવલ છે, એમને આ વિમળ નામને પુત્ર છે. ક્ષત્રિીઓમાં એ શ્રેષ્ઠ ગણાય છે. હજુ સુધી એ કઈ વિશેષ ધર્મને પામેલા નથી. છતાં પણ સજજન પુરૂષોની જીવનચર્યા કેઈક ઉત્તમ જાતની લોકોત્તર હોય છે.
આજે અમે કીડાનંદન વનમાં ફરવા આવ્યા હતા અને એમાં તમારે મેળાપ અમને થયે. વિમળકુમારે તમારા પાદચિન્હો જોઈ ચક્રવર્તી થવાની આગાહી કરી હતી. વિમળ દરેક રીતે વિમળતાની મૂર્તિ છે.
૧. આ વાર્તામાં વામદેવ મુખ્ય છે. મેં અને હું શબદો વામદેવના બદલે ઘણે ઠેકાણે આવે છે. કારણ કે એ કથાકાર બની પિતાની કથા જણાવે છે.