________________
વિમળને વિકાશ
૩૪પ ~
~ ~ ~ શોધ કરનારા મારી પાસે આવ્યા અને કહ્યું: વામદેવ ! તું ક્યાં જતો રહ્યો ? તારા વિયોગથી વિમળકુમાર વિલખા બની ગયા છે. રાત-દિન બેચેન રહે છે. કયાંય એમને ગડતું નથી. તને શોધવા અમને મોકલ્યા છે. વિમળકુમાર પાસે જલ્દી ચાલે. જરાય સમય બગાડવો ઉચિત નથી.
મને થયું કે રત્ન ચર્યાની વાત વિમળના ખ્યાલમાં આવી નથી. હું નિર્ભય બનીને શેધ કરવા આવનારાઓ સાથે મારા નગર તરફ ચાલ્યો. અમે સૌ વિમળના મહેલે પહોંચ્યા. વિમળ ઉભે થઈ તરત જ પ્રેમથી મને ભેટી પડ્યો.
આનંદ વિભેર બનીને વિમળે મને પિતાના અર્ધાસને બેસાડ્યો. અરે મિત્ર વામદેવ ! અચાનક તે કયાં જતો રહ્યો? શા માટે તારે ચાલ્યા જવું પડયું ? તારા શરીરે કુશળતા છે ને? મન પ્રસન્ન તે છે? માયાને પ્રભાવ :
બધુ વિમળ ! શું જણાવું? ભારે દુઃખ મારા માથે આવી ચડયું. તે પ્રભુમંદિરમાં પ્રવેશ કર્યો અને હું તારી પાછળ જ પ્રભુમંદિરમાં પ્રવેશ કરતું હતું ત્યાં આકાશમાર્ગથી આવી રહેલી એક વિદ્યાધરીને મેં જે ઈ.
એ વિદ્યાધરી પિતાના રૂપ લાવણ્યની પ્રભાથી પ્રકાશરેલાવી રહી હતી. હાથમાં સાક્ષાત્ યમરાજના જીભ જેવી ખુલ્લી તલવાર હતી. એક બાજુ આકર્ષક રૂપને કારણે મનહર જણાતી હતી અને બીજી બાજુ હાથમાં નગ્ન તલવારના કારણે ભયંકર જણાતી હતી. એને જોતાં મને ભય