________________
૩૩ર
ઉપમિતિ કથા સદ્ધાર
વિમળે પ્રભુ મંદિરીએ જવા પ્રસન્નતા બતાવી. અમે બધા શ્રી ઋષભદેવ સ્વામિના મંદિરીએ ગયા. પ્રભુ દર્શન અને જાતિ સ્મરણ:
એ પ્રભુ મંદિર જોતિપુંજથી ઝગઝગાયમાન હતું. વજી, વૈર્ય, પદ્વરાગ, મરકત, હંસગર્ભ વિગેરે હીરા, રત્ન અને માણેકથી દેદીપ્યમાન હતું. સુવર્ણની શિલાઓથી એને તલભાગ જડેલો હતો. સ્ત, વેદિકાએ, કુ, પુલિકાઓ, ગવાક્ષે નિર્મળ સ્ફટિક સુવર્ણ વિગેરે દ્વારા નિર્મિત થયા હતા. ઉંચાઈમાં એ મેરૂશિખર જેવું જણાતું હતું. આવા મંદિરમાં સૌએ હર્ષ પૂવક પ્રવેશ કર્યો.
અંદર પ્રવેશતાંની સાથે જ રત્નનિર્મિત શ્રી યુગાદિદેવ ઋષભદેવ પરમાત્માની પ્રતિમાના દર્શન કર્યા. નયનમાં અમૃત છાટતાં જે આનંદ થાય એથી વધુ આનંદ આ પ્રતિમાજીને જેતા થયે. નયને હર્ષથી નાચી ઉઠ્યા.
સૌએ પ્રભુ પ્રતિમાને નમી નમીને નમસ્કાર કર્યો અને રત્નચૂડ તથા ચૂતમંજરીએ વિધિવત વંદના કરી. સૌના અન્તરમાં આનંદને ઉદધિ ઉભરાવા લાગે. રોમાંચ વિકસ્વર બની ગયા.
અપ્રતિમ પ્રભુ પ્રતિમાના દર્શન કરી વિમળકુમાર વિચાર કરવા લાગ્યું કે અહે ! દેવાધિદેવ અને સર્વ અતિશયોથી સુશોભિત આદિનાથ પ્રભુનું કેવું રૂપ છે? કેવી સૌમ્ય કાંતિ છે? કેવું નિર્વિકારનું ઝરણ છે? રાગની રજ નથી કે દ્વેષના દ્વન્દ નથી. માત્ર વીતરાગતાની આભા દેખાય છે.