________________
૩૩૬
ઉપમિતિ કથા સારદ્વાર બદલો વાળી શકું નહિ. હું તારા ઋણને અદા કરી ઋણ રહિત બની શકે નહિ. દીક્ષાની ભાવના અને કુટુંબ ચિંતા:
ભદ્ર વિમળ! સંસારથી મને વૈરાગ્ય થ છે. હું એ બન્ધનેને તજી દઈ ભવસાગરને તરવામાં નૌકાનું કામ આપનારી દીક્ષા સ્વીકાર કરવા ઈચ્છું છું. હવે મને સંસાર પ્રતિ રાગ રહ્યો નથી.
મારે માતા, પિતા, ભાઈ, ભગિની વિગેરે સગા સંબંધીઓ ઘણું છે. જે એમને પણ બંધ આપવામાં આવે અને એ બધા સંસારનો ત્યાગ કરી સંયમમાગને સ્વીકાર કરે તે ઘણું સારું. મારી અન્તરેછા બધાને સંયમમાર્ગના પથિક બનાવવાનું છે. પ્રિય રત્નચૂડ! એ માટે કઈ વિશદ અને સરળ ઉપાય હેય તે જરૂર જણાવે.
ઉત્તરમાં રત્નડે કહ્યું, પ્રિય બન્ધ વિમળ ! ગઈ અષ્ટમીના દિવસે હું ક્રીડાનંદન વનમાં પ્રભુ પૂજન કરવા માટે આવેલે, મારે પરિવાર પણ મારી સાથે જ હતે. ગુરૂદેવ:
આ મંદિરના નજીકના ભાગમાં એ વખતે મેં એક સાધુ સમુદાયને જે. એ સમુદાયમાંથી એક મેટા આચાર્ય ગંભીર વાણથી અમૃતના ઘૂંટડા જેવી મધુરી દેશના આપતા હતા. આચાર્યશ્રીની વાણી અતિ સુંદર હતી પણ શરીર તે મહાશ્યામ અને બેડોળ હતું. જેમાં જ આંખે પાછી ખેંચી લેવાનું મન થઈ આવે.