________________
૩૩૮
ઉપમિતિ કથા સદ્ધાર
અરે! આ આચાર્ય ભગવંત હું જ્યારે મંદિરમાં દાખલ થએલે ત્યારે ભયંકર કુરૂપ હતા. અલ્પ સમયમાં સુમનહર સુડેળ સૌમ્યવર્ણ કેવી રીતે બની ગયા ? અરે ! આમાં આશ્ચર્ય જેવું શું છે?
સાધુભગવંતેને તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. એ લબ્ધિઓના પ્રભાવથી અનેક જાતના સ્વરૂપે કરી શકે છે. લબ્ધિ અને સિદ્ધિના દ્વારા વિશ્વની એવી કઈ ચીજ નથી કે જે ન બની શકે કે ન મળી શકે.
આવા વિચાર કરતાં મને ગુરુદેવ પ્રતિ ખૂબ સદ્ભાવ જાગ્યો. આનંદમાં મસ્ત બની મેં ગુરુદેવને વંદન કર્યું. બીજા મુનિવરોને પણ વંદનાદિ કર્યા. ગુરુદેવેએ “ધર્મલાભ” ને આશીર્વાદ આપે. શુદ્ધ અને યોગ્ય ભૂમિ જોઈ હું અને મારે પરિવાર મેહમાયાના પડને હઠાવનારી ધર્મદેશના સાંભળવા બેસી ગયે.
નજીકના એક સાધુમહારાજને મેં ધીરેથી પ્રશ્ન કર્યો. હે પૂજ્ય ! ઉપદેશ આપી રહેલા મહાત્માશ્રી કેણ છે?
એમણે આદરપૂર્વક કહ્યું. ભાગ્યવાન્ ! આ મહાત્માશ્રી અમારા પરમતારક ગુરુવર્ય છે. “ધરાતલ” નગરના નિવાસી હતા. એ નગરના “શુભવિપાક” રાજા છે અને “નિજસાધુતા” એમના રાણું છે. અમારા ગુરુદેવ એમના પુત્રરત્ન છે. “પૂ૦ બુધસૂરિજી” એમનું નામ છે.
આચાર્યશ્રીને પરિચય સાંભળી અને એમના જુદા જુદા અતિશને નિહાળી મારું અને મારા પરિવારનું મન જૈન