________________
૩૪૨
ઉપમિતિ કથા સારોદ્વાર
મૂકી દેવામાં આવે તે વાંધા નહિ, પછી ભૂમિ ખાટ્ટુ અને ગાળ પત્થર નીકળે તેા માની લેશે કે હું કમનશીબ છું. મારી કમનશીખીના કારણે રત્ન રત્ન મટી પત્થરના ટુકડા બની ગયા. આ રીતે કરવાથી વિમલને મારા ઉપર શંકા નહિ આવે.
હું તરત વન ભણી ચાલ્યા. રત્ન જેવા પાણા શેાધી મૂળ રત્નના સ્થાને દાટી દઈને ઘેર આવી રાત્રે પથારીમાં સૂઇ ગયા. વળી વનમાં :
પથારીમાં પડ્યો પણ કેમે ઉંઘ આવતી નથી. વિચારે ચડ્યો, અરે ! એ સુમેચક રત્નને હું ન લાગ્યેા તે સારૂ ન કર્યું”. એક સ્થળેથી રત્ન કાઢી બીજે સ્થળે રત્ન દ્વાઢતાં મને ફાઈ જોઈ ગયું હશે તે ? અહીં જ લઇ આવવું જોઇતું હતું. મારી મેાટી ભૂલ થઈ.
જરૂર રત્ન દાટતા મને કાઇ જોઇ ગયું હશે અને એ ઉપાડી જશે. અરે ! આવું સુંદર રત્ન હાથમાં આવી જતું રહેશે ? સંકલ્પ વિકલ્પમાં મારી રાત્રી પૂર્ણ થઈ. સ્હેજ પણ આંખના પાંપણેા ન મીંચાણુા.
-
વહેલા પરાઢીએ હું રત્ન લેવા માટે વનમાં પહોંચી ગયા. હું ગયા વનમાં અને ખરાખર એ જ અણીના વખતે વિમળ મારા ઘરે આવી પહેાંચ્યા. એણે મારા પરિવારને પૂછ્યું કે વામદેવ કયાં ગયા છે ? પરિવારે ઉત્તર પણ તરત આપ્યા કે વિમળ ! તારા મિત્ર વામદેવને હમણાં જ કીડાનંદન વન તરફ જતા અમે જોયા છે.