________________
૩૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
તરફ વધુ પ્રેમભાવ જાગે. વારંવાર એને પ્રણામ કરવા લાગે અને ચરણમાં મૂકી વંદન કરવા લાગ્યો.
અરે મિત્ર રત્નચૂડ! તું મારું જીવન છે, તું મારે પ્રિય બધુ છે, મારે નાથ છે, તને મારા માત તાત કહું તેય ખોટું નથી, તું મારે ગુરૂ છે, મારે દેવ પણ તું છે, અરે ! મારો પરમાત્મા પણ તું જ છે. તારા દર્શન એ સફળદર્શન છે.
તે પ્રભુ દર્શન કરાવી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રભુ દર્શનના પુણ્ય પ્રતાપે મારા કલ્યાણના કારણભૂત જાતિસ્મરણ જ્ઞાન મને થયું છે. આ જાતિસ્મરણ જ્ઞાનની શક્તિથી જ્યારે જે ભવમાં સમ્યગુ દર્શન પામ્યું હતું, ત્યાંથી આજ સુધીના બધા ભવેને હું સ્પષ્ટ જોઈ શકું છું. બધી વાતે મને યાદ આવી ગઈ છે.
પૂર્વભવના સ્મરણ જ્ઞાનના લીધે મારું મન શ્રી જિનધર્મમાં વધુ દઢ બન્યું છે. જિનધર્મ ઉપર શ્રદ્ધા, પ્રીતિ અને ભક્તિના ભાવે વધુ જાગૃત બન્યા છે.
ધર્મ આપતાં તે મને શું નથી આપ્યું? વિશ્વમાં ધર્મ જેવું કયું તત્વ વધુ મૂલ્યવાન છે? તે મને મહામૂલ્યવાન વસ્તુ આપી મહા ઉપકાર કર્યો છે. તું મારે નિર્વ્યાજ ગુરૂ છે, તેથી તારા ચરણોમાં વંદનાદિ કરું એ તે વિનય છે. અને ધર્મગુરૂના ચરણોમાં વંદનાદિ કરવું એ કાંઈ લજજાનું કાર્ય નથી, હું તારે મહાન ઉપકાર માનું છું.
વિમળ ફરીથી રત્નચૂડના ચરણોમાં નમન કરવા જાય છે, ત્યાં રત્નચૂડે એના બે હાથ ઝાલી લીધા અને કહ્યું.