________________
વિમળને વિકાશ
૩૩૫
ભાઈ વિમળ! ઘણું થયું. આટલો બધે વિનય કરવાને ન હોય. જરા શાંત બન. તે પોતે જ કલ્યાણનું વિશ્રામ સ્થળ છે. અમારી તે એવી કઈ તાકાત છે કે તારૂં કલ્યાણ કરી શકીએ ? તે પોતે ગુણીયલ છે. સુગ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ છે.
તે મારી પ્રિયતમાને સંરક્ષણ આપેલું એટલે એ ઉપ કારને બદલો વાળવાની ઈચ્છા જરૂર હતી, શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન કરાવવાના કારણે તને જાતિસ્મરણ જ્ઞાન અને ધર્મ શ્રદ્ધા થઈ એ જાણું મને અદ્દભુત આનંદ થયે છે. તારા ધર્મભાવમાં હું નિમિત્ત બન્યો છું, એટલે મને સંતેષ છે. પ્રત્યુપકાર કરવાની મારી મનીષા ફલવતી બની.
હે મહામના ! તને પ્રત્યુપકાર માટે સુમેચક રત્ન આપેલું પણ એ વેળા મને થયું કે આ રત્ન આપવાથી મહાઉપકારને બદલ વળતું નથી. ત્યાર પછી પ્રભુ દર્શન કરાવવાની ઉત્કઠાથી તને જે હેતુથી હું લાવે તે હેતુ સફળ બન્યો છે. હું કાંઈક સંતેષની અનુભૂતિ કરૂં છું.
ધર્મબંધુ રત્નચૂડ! શ્રી જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા જિનધર્મની પ્રાપ્તિમાં નિમિત્તકારણ બને છે. એ મહાપુરૂષ પણ ધર્મ પ્રાપ્તિ કરનાર પ્રાણીને ધર્મગુરૂ બને છે. તે તે મને પ્રભુ દર્શન કરાવ્યા અને મને ધર્મમાં જોડ્યો છે. તે મારો ધર્માચાર્ય છે.
તે મારા ઉપર સુમહાન ઉપકાર કર્યો છે. હું મારા પ્રાણે પણ તારી સેવામાં સમર્પણ કરી દઉં, તે પણ તારા ઉપકારને